- Gujarati News
- Entertainment
- Amitabh Bachchan’s Granddaughter Seen Having Fun In Kutch, Shweta Bachchan Praises Her Daughter On Social Media!
18 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા પોતે એક બિઝનેસ વુમન છે. એક્ટિંગમાં આગળ વધવાના બદલે, નવ્યાએ તેના પિતાની જેમ બિઝનેસ કરવાનું નક્કી કર્યું. તેમ છતાં નવ્યા સોશિયલ મીડિયા પર ઈનફ્લુએન્સરની જેમ જ ચર્ચામાં રહે છે. નવ્યા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ફેન્સ સાથે અપડેટ્સ શેર કરતી રહે છે.
કચ્છમાં મસ્તી કરતી જોવા મળી નવ્યા તાજેતરમાં નવ્યા તેની માતા શ્વેતા બચ્ચન નંદા અને નાની જયા બચ્ચન સાથે કચ્છનું સફેદ રણ જોવા ગઈ હતી. તેણે ઇન્સ્ટાગ્રામ પર ઘણીબધી તસવીરો પોસ્ટ કરી છે. જોકે, નવ્યા દ્વારા પોસ્ટ કરાયેલી તસવીરોમાં તે એકલી જોવા મળી રહી છે. નવ્યાના ઘણા ચાહકોએ આ પોસ્ટ પર ઘણી કોમેન્ટ્સ કરી રહ્યા છે. સૌથી ખાસ વાત તો એ છે કે શ્વેતા બચ્ચન સોશિયલ મીડિયા જ તેમની દીકરીને પ્રેમથી વઢી રહી છે. જે કોમેન્ટને ચાહકો પણ ખૂબ પસંદ કરી રહ્યા છે.
શ્વેતા બચ્ચન નંદાએ શેર કર્યો વીડિયો
કોમેન્ટ પર મા-દીકરીની વાતચીત નવ્યાની આ પોસ્ટ પર જોતાં જ તેની માતા શ્વેતા નંદાએ કોમેન્ટ કરીને પૂછ્યું કે-શું તું એકલી ગઈ હતી? આના પર નવ્યાએ હસ્તા ઇમોજી શેર કર્યા. આ પછી શ્વેતા ફરીથી પૂછે છે, ના…મને કહો. આ પ્રકારી કોમેન્ટ એટલે કરી હશે કારણ કે મમ્મી અને નાની સાથે ફરવા ગયેલી નવ્યાએ ઈનસ્ટા પર માત્ર એકલીના જ ફોટો શેર કર્યા હતા. જેના પર તેની માતા તેના પ્રેમથી વઢી રહી છે. ફેન્સને પણ માતા-પુત્રી વચ્ચેની આ વાતચીત વાંચવાની મજા આવી.
નવ્યા શું કામ કરે છે? નવ્યા પ્રોજેક્ટ નવેલી નામનો એક NGO ચલાવે છે. આ ઉપરાંત, તે તેના પિતાને તેમના બિઝનેસમાં પણ મદદ કરે છે. નવ્યાએ તાજેતરમાં IIM અમદાવાદ ખાતે બ્લેન્ડેડ પોસ્ટ ગ્રેજ્યુએટ MBA પ્રોગ્રામમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત, તે વોટ ધ હેલ નવ્યા નામનો પોડકાસ્ટ પણ ચલાવે છે, જેણે બે સીઝન પૂર્ણ કરી છે. સાથે-સાથે તે ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓના સ્વાસ્થ્ય અને સ્વચ્છતાને વધારવા માટેનું આરોગ્યસંભાળ પ્લેટફોર્મ, આરા હેલ્થની કો-ફાઉન્ડર પણ છે.