Vadodara Liquor Crime : વડોદરા શહેરના રાજમહેલ રોડ પર આવેલા મરી માતાના ખાચામાં એક્ટિવાની ડેકીમાં દારૂ લાવીને વેચાણ કરતા શખ્સને એલસીબી ઝોન-2ની ટીમે ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી વિદેશી દારૂના ક્વાટર, મોબાઇલ, એક્ટિવા અને રોકડ રકમ મળી રૂ.53 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી અને મુદ્દામાલ આગળની કાર્યવાહી માટે રાવપુરા પોલીસને સોંપ્યો છે.
ઉત્તરાયણના તહેવારને લઇને પોલીસ દ્વારા વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન એલ.સી.બી ઝોન-2ની ટીમ પણ ફરતા ફરતા દાંડીયબજાર ચાર રસ્તા પાસે પેટ્રોલિંગ દરમિયાન પહોંચતા બાતમી મળી હતી કે એક ઇસમ એક્ટીવા લઈને દાંડીયાબજાર દારૂ લઈ મરી માતાના ખાચામાં લીમડાના ઝાડની બાજુમાં વિદેશી દારૂનું વેચાણ કરે છે. જેના આધારે એલસીબી ઝોન 2ની ટીમ દ્વારા બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા એક ઇસમ ઝડપાઇ ગયો હતો. તેનું નામ પુછત લલીત ઉર્ફે સાગર મહેશ કહાર (ઉ.વ-31 રહે, જંબુબેટ શીવાજી પાનની પાછળ દાંડીયાબજાર વડોદરા) નો હોવાનું જણાવ્યું હતું. તેની એકરીવાની ડેકીમાં તપાસ કરતા વિદેશી દારૂના ક્વાટર મળી આવ્યા હતા. જેથી પોલીસ તેની પાસેથી વિદેશી દારૂ, એક્ટીવા, મોબાઈલ તથા રોકડ રૂપિયા 14 હજાર મળી રૂ.53 હજારનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી માટે રાવપુરા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.