સ્પોર્ટ્સ ડેસ્ક2 મિનિટ પેહલા
- કૉપી લિંક
સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ ક્રિકેટર સિતાંશુ કોટક ભારતીય ક્રિકેટ ટીમના બેટિંગ કોચ બનવા માટે તૈયાર છે, જોકે BCCI એ હજુ સુધી તેની પુષ્ટિ કરી નથી.
52 વર્ષીય કોટક રાજકોટના રહેવાસી છે. તે લાંબા સમયથી NCA અને ઈન્ડિયા A ટીમના કોચિંગ સ્ટાફ સાથે સંકળાયેલા છે. ક્રિકેટ વેબસાઇટ ક્રિકઇન્ફોએ ગુરુવારે લખ્યું કે, તે ભારતીય ટીમના બેટિંગ કોચ બનશે તે લગભગ નક્કી છે. રિપોર્ટ અનુસાર કોટક 22 જાન્યુઆરીથી ઇંગ્લેન્ડ સામે શરૂ થનારી T-20 સિરિઝ પહેલા ટીમ ઈન્ડિયામાં જોડાઈ શકે છે.
કોટક ઈન્ડિયા Aના અનેક પ્રવાસોમાં મુખ્ય કોચ રહી ચૂક્યા છે. તેમણે 2023માં આયર્લેન્ડના પ્રવાસ પર ભારતીય સિનિયર ટીમને કોચિંગ પણ આપ્યું હતું. તેમની ફર્સ્ટ-ક્લાસ કારકિર્દી 20 વર્ષની હતી. તેઓ 2013માં નિવૃત્ત થયા.
આ છે ભારતનો કોચિંગ સ્ટાફ મુખ્ય કોચ ગૌતમ ગંભીર ઉપરાંત, ભારતના કોચિંગ સ્ટાફમાં મોર્ને મોર્કેલ (બોલિંગ કોચ), અભિષેક નાયર (સહાયક કોચ), રેયાન ટેન ડોશેટ (સહાયક કોચ) અને ટી દિલીપ (ફિલ્ડિંગ કોચ)નો સમાવેશ થાય છે.
કોટકના રૂપમાં ભારતીય ટીમના કોચિંગ સ્ટાફમાં વધુ એક સભ્યનો ઉમેરો થયો છે.
BCCIની સમીક્ષા બેઠકમાં બેટિંગ કોચ અંગે ચર્ચા કરવામાં આવી હતી ગયા અઠવાડિયે મુંબઈમાં BCCIની સમીક્ષા બેઠકમાં ભારતીય ટીમના કોચિંગ સ્ટાફમાં બેટિંગ કોચના સમાવેશ પર વિચાર કરવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ભારતની ટેસ્ટ સિરિઝની હાર બાદ કોચિંગ સ્ટાફની આકરી ટીકા થઈ રહી છે. પૂર્વ ઓપનર સુનીલ ગાવસ્કરે ટીમ ઈન્ડિયાના કોચિંગ પર સવાલ ઉઠાવ્યા હતા.
ખાસ કરીને વિરાટ કોહલી જેવા ખેલાડીના એક જ રીતે આઉટ થયા બાદ કોચિંગ સ્ટાફ પર સવાલો ઉભા થયા હતા. 5 મેચની સિરિઝમાં કોહલી આઠ ઇનિંગ્સમાં ઓફ સ્ટમ્પની બહારની બોલ પર આઉટ થયો હતો. તે જ સમયે, કેપ્ટન રોહિત શર્મા ત્રણ મેચમાં માત્ર 31 રન જ બનાવી શક્યો હતો.
રોહિત-કોહલી ઓસ્ટ્રેલિયા સામે નિષ્ફળ રહ્યા
યો-યો ટેસ્ટ પાછું લાવવાનું વિચારી રહ્યું છે BCCI TOIના રિપોર્ટ અનુસાર, BCCI ટીમની ફિટનેસ સુધારવા માટે યો-યો ટેસ્ટ પરત લાવવા પર વિચાર કરી રહી છે. ઇજાઓની સંખ્યા ઘટાડવા માટે યો-યો ટેસ્ટ દૂર કરવામાં આવ્યો હતો.
યો-યો ટેસ્ટ શું છે?
- યો-યો ટેસ્ટ બીપ ટેસ્ટ જેવું છે. આ એક રનિંગ ટેસ્ટ છે જેમાં બે સેટની વચ્ચે દોડ લગાવાની હોય છે.
- બે સેટ વચ્ચેનું અંતર 20 મીટર છે. આ લગભગ ક્રિકેટ પિચની લંબાઈ જેટલી છે.
- આ દરમિયાન ખેલાડીઓએ એક સેટથી બીજા સેટમાં દોડવાનું હોય છે અને પછી બીજા સેટથી પહેલા સેટમાં પાછા આવવું પડે છે.
- એકવાર આ અંતર કવર થઈ જાય પછી એક શટલ પૂર્ણ થાય છે.
- ટેસ્ટ પાંચમા સ્તરથી શરૂ થાય છે. આ સ્તર 23 સુધી ચાલુ રહે છે.
- દરેક શટલ પછી દોડવાનો સમય ઘટતો જાય છે, પરંતુ અંતર ઘટતું નથી.
- ભારતીય ખેલાડીઓએ યો-યો ટેસ્ટમાં 23માંથી 16.5 સ્કોર કરવાનો હોય છે.
- ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સ્ટ્રેન્થ અને કન્ડીશનીંગ કોચ શંકર બાસુએ 2017માં ભારતના શ્રીલંકાના પ્રવાસ પહેલા રાષ્ટ્રીય ટીમમાં યો-યો ટેસ્ટની રજૂઆત કરી હતી.