Surat News: સુરતમાં વૃદ્ધ સાસુની સેવા ચાકરી કરવાના બદલે પુત્રવધુએ ઢોર માર માર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પુણાની માતૃશક્તિ સોસાયટીમાં 80 વર્ષીય વૃદ્ધાને તેમની જ પુત્રવધુએ ઘરમાં ઢસડી-ઢસડીને માર્યા હતા. જોકે, આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ સમગ્ર મામલો હવે પોલીસ સ્ટોશને પહોંચ્યો છે.
પાડોશીએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો
મળતી માહિતી અનુસાર, સુરત શહેરના પુણામાં આવેલ માતૃશક્તિ સોસાયટીમાં પુત્રવધુ તેમની 80 વર્ષીય વૃદ્ધ સાસુને ઢસડી-ઢસડીને ઢોર માર માર્યો હતો. આ દરમિયાન પાડોશીએ આ ઘટનાનો વીડિયો બનાવી લીધો હતો અને મહિલા વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ અને વુમન ઈમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટને માહિતી આપી હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં પતિ-પત્નીની ઝઘડામાં દીકરાએ કરી પિતાની હત્યા, ત્રણ દિવસમાં ત્રણ હત્યાના બનાવ
ત્યારબાદ આ મામલે પોલીસને જાણ કરાઈ હતી. પોલીસને સાથે રાખીને ટ્રસ્ટ દ્વારા વૃદ્ધાને વૃદ્ધાશ્રમમાં લઈ જવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જો કે,વૃદ્ધાના પૌત્ર હિરેને વૃદ્ધાને વૃદ્ધાશ્રમમાં લઈ જવાનો ઇનકાર કર્યો હતો. જેથી આ મામલો હવે પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.