ભાવનગર સહિત રાજ્યમાં ઉત્તર પૂર્વથી પૂર્વના ઠંડા પવન શરૂ થતા એક જ દિવસમાં ભાવનગર શહેરમાં 24 કલાકમાં રાતના લઘુત્તમ ઉષ્ણતામાનમાં 1.9 ડિગ્રી સેન્ટીગ્રેડનો ઘટાડો થયો અને સાથે ભાવનગરમાં આજે આખો દિવસ 14 કિલોમીટરને ઝડપે પવન ફૂંકાયો હતો. જેથી લોકોએ ઠંડીનો ચમક
.
મકર સંક્રાંતિ બાદ સામાન્ય રીતે ઠંડીની તીવ્રતા ઘટતી હોય છે પણ આ વખતે પતંગ પર્વની ઉજવણી બાદ ઠંડીની તીવ્રતામાં વધારો થયો છે. ખાસ તો 13.7 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાનમાં 14 કિલોમીટરની ઝડપે ઉત્તરનો ઠંડો પવન ફૂંકાતા ઠંડીનું જોર વધ્યું છે. આજે દિવસે પણ ઠંડા પવનો ફુંકાતા લોકોને સ્વેટર પહેરીને જોવા મળ્યા હતા.
બે દિવસ પહેલા રાજસ્થાન સહિત આસપાસના વિસ્તારોમાં સાઈક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાની સાથે રાજ્ય તરફ ઠંડા પવન ફુંકવાની શરૂઆત થઈ હતી અને હવે આ ઠંડા પવન ભાવનગર સુધી આવી પહોંચતા ઠંડી વધી છે. શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 28.7 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે એક જ દિવસમાં 26.9 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. આમ, મહત્તમ તાપમનામાં પણ 1.9 ડિગ્રી સેન્ટીગ્રેડનો ઘટાડો થયો છે. શહેરમાં આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ 69 ટકા હતુ તે આજે સાંજે ઘટીને 44 ટકા થઇ ગયુ હતુ. જ્યારે સવારે અને સાંજે શહેરમાં પવનની ઝડપ 14 કિલોમીટર નોંધાઇ હતી. પવનના સુસવાટાને કારણે ઠંડી અનુભવાઇ હતી. આગામી 24થી 36 કલાક વાતાવરણ યથાવત રહેશે, ત્યારબાદ ફરી તાપમાન ઘટશે.