23 મિનિટ પેહલા
- કૉપી લિંક
બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લે તેના ગીતો અને સંગીત માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. હાલ પોતાના મ્યૂઝિક ઓફ ધ સ્ફીયર્સ વર્લ્ડ ટૂર હેઠળ ભારતમાં પોતાના મ્યૂઝિક કોન્સર્ટને લઇને ધૂમ મચાવી રહ્યું છે. એવામાં કોલ્ડપ્લેના મ્યૂઝિક શો માટે વધતી ભીડને જોતા પશ્ચિમ રેલવેએ ખાસ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. 25 અને 26 જાન્યુઆરીએ મુંબઈ અને અમદાવાદની વચ્ચે આ ખાસ ટ્રેન ચાલશે. આ 2 દિવસ ફ્લાઇટનું ભાડું 8 થી 10 હજાર હોવાનું જણાય રહ્યું છે.
આ ટ્રેન તે લોકો માટે હશે જેઓ આ શોમાં ભાગ લેવા માટે મુસાફરી કરવા માગે છે. રેલવેએ કહ્યું કે આ ટ્રેન શિયાળા દરમિયાન ચાલતી સ્પેશિયલ ટ્રેનોમાં સામેલ છે, પરંતુ તેનો મુખ્ય હેતુ શોની ભીડને સંભાળવાનો છે. આ ટ્રેનો બાંદ્રા ટર્મિનસથી સવારે 6:15 વાગ્યે ઉપડશે અને 25 જાન્યુઆરીએ બપોરે 2 વાગ્યે અને 26 જાન્યુઆરીએ બપોરે 1 વાગ્યે અમદાવાદ પહોંચશે. જ્યારે અમદાવાદથી આ ટ્રેનો બપોરે 1:40 વાગ્યે ઉપડશે અને બાંદ્રા ટર્મિનસ રાત્રે 8:40 વાગ્યે પહોંચશે.
કોલ્ડપ્લે કોન્સર્ટ માટે રેલવેની પહેલ બીજી ટ્રેન અમદાવાદથી 27 જાન્યુઆરીએ રાતે 12:50 વાગ્યે ઉપડશે અને સવારે 8:30 વાગ્યે મુંબઈ પહોંચશે. આ ટ્રેનો બોરીવલી, વાપી, ઉધના, સુરત, ભરૂચ, વડોદરા અને ગર્તાપુર સ્ટેશન પર પણ ઉભી રહેશે. આ સાથે અધિકારીઓએ જણાવ્યું કે કોલ્ડપ્લેના મ્યુઝિક કોન્સર્ટને કારણે મુંબઈ અને અમદાવાદ વચ્ચેની એર ટિકિટના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. આ સિવાય ટ્રેનો પણ સંપૂર્ણ રીતે ભરેલી છે. તેમનું કહેવું છે કે આ બે વિશેષ ટ્રેનો પણ ભીડને સંપૂર્ણપણે ઓછી કરી શકશે નહીં.
આ સ્ટેશનો પર ટ્રેન ઉભી રહેશે
- બોરીવલી
- વાપી
- ઉધના
- સૂરત
- ભરૂચ
- વડોદરા
- ગર્તાપુર
ફ્લાઇટનું ભાડું 8થી 10 હજાર રૂપિયા વધી ગયું અધિકારીઓએ જણાવ્યું કે કોલ્ડપ્લેના કોન્સર્ટને કારણે મુંબઈ અને ગુજરાતના સૌથી મોટા શહેર વચ્ચેના હવાઈ ભાડામાં અધધ વધારો થયો છે. 25 અને 26 જાન્યુઆરીએ ફ્લાઇટનું ભાડું 8 થી 10 હજાર હોવાનું જણાય છે. આ અધિકારીઓએ કહ્યું કે જો કોલ્ડપ્લેની લોકપ્રિયતા અને ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન રેલવેના અગાઉના અનુભવને ધ્યાનમાં લેવામાં આવે તો આ બે વિન્ટર સ્પેશિયલ ટ્રેનો પણ પૂરતી નહીં હોય. આ ઉપરાંત નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં 18, 19 અને 21 જાન્યુઆરીએ યોજાનાર કોલ્ડપ્લે કાર્યક્રમ માટે, રેલવેએ ઉપનગરીય લોકલ ટ્રેનો બુક કરી છે, જે ગોરેગાંવ અને નેરુલ સ્ટેશનો વચ્ચે દોડશે. આ ટ્રેનો ફક્ત ઇવેન્ટમાં ભાગ લેનારા લોકો માટે છે.
ક્રિસ માર્ટિનનું કાલીના એરપોર્ટ પર આગમન
માર્ટિનને કોન્સર્ટ મુંબઈ એરપોર્ટ પર ટ્રાઉઝર સાથે શાનદાર ટી-શર્ટ પહેરીને જોવામાં આવ્યો હતો, જેણે વાદળી બીની સાથે તેના દેખાવને વધુ વધાર્યો હતો. કોલ્ડપ્લે તેમના ‘મ્યુઝિક ઓફ ધ સ્ફિયર્સ’ પ્રવાસના ભાગરૂપે મુંબઈમાં તેમના શો સાથે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરવા માટે તૈયાર છે. બેન્ડ 18, 19 અને 21 જાન્યુઆરીએ મુંબઈના ડીવાય પાટિલ સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં પરફોર્મ કરશે.
bookmyshow પર કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટનું ફરી વેચાણ શરૂ:પાર્કિંગની સમસ્યા પછી પેજ ગાયબ થયેલું, હવે શોના 10 દિવસ અગાઉ રૂ.6500 અને 25000ની ટિકિટનું વેચાણ ચાલુ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી 25 અને 26 જાન્યુઆરી 2025ના રોજ યોજાનારા કોલ્ડપ્લે કોન્સર્ટને લઈને વધુ એક અજુગતી બાબત સામે આવી છે. થોડા દિવસ અગાઉ bookmyshow પર કોન્સર્ટની બંને દિવસની ટિકિટો સોલ્ડ આઉટ બતાવતી હતી. ગઈકાલે સાંજથી ફરી bookmyshow પર ટિકિટ બુકિંગ માટેના 6500 અને 25000ના બે સ્લોટ ખુલ્લા બતાવી રહ્યા છે, એટલે કે જે લોકો આ કોન્સર્ટંમાં જવા ઈચ્છતા હોય તેઓ આ બંને સ્લોટમાંથી એકમાં ટિકિટ બુક કરીને કોન્સર્ટની મજા માણી શકે છે. આ સમાચાર અહીં ક્લિક કરીને આગળ વાંચો