વડોદરા મહાનગરપાલિકા હસ્તકના પાણી પુરવઠા વિભાગ દ્વારા વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીગેટ ટાંકીના કમાન્ડ વિસ્તારમાં આવતીકાલે સાંજના સમયે પાણી કાપ રહેશે. અહીંયાં નળીકા જોડાણની કામગીરી કરવાની હોવાના કારણે આ વિસ્તારના લોકોને સાંજના સમયે પાણી મળશે નહીં
.
વડોદરા શહેરના મહાવીર હોલ ચાર રસ્તાથી સરદાર એસ્ટેટ ચાર રસ્તા જતા ડાબી બાજુ કિશનવાડી પોલીસ ચોકી જવાના રસ્તે બહાર આવેલ પંચમુખી હનુમાનજી મંદિર પાસેથી પસાર થતી 500 મીમી વ્યાસની નળીકાને નવીન નાખવામાં આવેલ 400 મીમી વ્યાસની નલિકા સાથે જોડાણ કરવાની કામગીરી તારીખ 18/01/25 ને શનિવારના રોજ કરવામાં આવનાર છે. ત્યારે આ વિસ્તારના લોકોને સાંજના સમયે વિતરણ કરવામાં આવતું પાણી નહિ મળે જે અંગે જાણ કરાવામાં આવી છે.
શહેરના પાણીગેટ ટાંકીના કમાન્ડ વિસ્તારમાં આવેલા સાંજના ઝોનમાં આવતું પાણી જેમાં વાઘોડિયા રોડ, ફતેપુરા વિસ્તાર, રાવપુરા કિશનવાડી તરફના વિસ્તારોમાં સાંજના સમયે પાણીનું વિતરણ કરવામાં નહીં આવે. આ સાથે જ તેના બીજા દિવસ એટલે કે તારીખ 19/01/25 ના રોજ રવિવારના રોજ પાણીગેટ પાણીની ટાંકીનું વિતરણ થતાં સાંજના ઝોનમાં પાણીનું રાબેતા મુજબ વિતરણ કરવામાં આવશે. આ અંગેની જાહેર જનતાને નોંધ લેવા અપીલ કરવામાં આવી છે.