મુંબઈ42 મિનિટ પેહલા
- કૉપી લિંક
રિઝર્વ બેન્કે શુક્રવારે બેન્કોને નવા અને હાલના તમામ ગ્રાહકોના જમા ખાતા અને સિક્યોરિટી લૉકરમાં નોમિનેશન સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. હજુપણ મોટી સંખ્યામાં બેન્ક ખાતા અને લૉકર્સમાં નોમિનીનું નામ નથી.
આરબીઆઇએ જણાવ્યું હતું કે મૃત્યુ પામેલા થાપણદારોના પરિવારના સભ્યોને થતી અસુવિધા ટાળવા માટે તમામ વર્તમાન અને નવા ગ્રાહકો પાસે ડિપોઝિટ એકાઉન્ટ્સ, સલામત કસ્ટડી આર્ટીકલ અને લોકર હોય તેવા કિસ્સામાં નોમિનેશન હોવું જોઈએ. આરબીઆઈએ જણાવ્યું હતું કે, ગ્રાહકોને નોમિનેશન સુવિધાનો લાભ લેવા અથવા નાપસંદ કરવાની જોગવાઈ સાથે ખાતા ખોલવાના ફોર્મમાં યોગ્ય રીતે ફેરફાર કરી શકાય છે.
નોમિનીનું નામ ઉમેરવા માટે બેન્કો તથા એનબીએફસીને વિવિધ માધ્યમો દ્વારા પ્રચાર કરવાનું કહેવામાં આવ્યું છે.