- Gujarati News
- National
- Zomato Imposed A Strange Charge, User Share Screenshot, CEO Apologized, Said This Will Not Happen Again
3 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઝોમેટો અવારનવાર પોતાના અજીબોગરીબ ચાર્જ માટે ચર્ચામાં રહે છે. એકવાર ફરી ઝોમેટોએ એવો ચાર્જ લગાવ્યો છે કે કંપનીના CEO દીપિંદર ગોયલએ પણ તેના માટે માફી માગવી પડી છે. કંપનીના CEOએ પણ આ ચાર્જને જોયા પછી કહ્યું કે હવે ભવિષ્યમાં આવા કોઈપણ પ્રકારના ચાર્જ લગાવવામાં આવશે નહીં. જોકે, આ ચાર્જ વેજિટેરિયન ફૂડ માટે લગાવવામાં આવ્યો હતો, જ્યાર બાદ ગ્રાહકે સોશિયલ મીડિયા પર તેની આલોચના કરી. તે પછી ઝોમેટોના CEOએ તેના માટે માફી માફી અને જણાવ્યું કે અમારી તરફથી ભૂલ થઈ છે અને હવે ભવિષ્યમાં આવું ક્યારેય થશે નહીં.
રોહિત રંજન નામના એક યૂઝરે લિંક્ડઇન પોસ્ટ દ્વારા તેની જાણકારી આપી છે. રોહિત રંજન તરફથી શેર કરવામાં આવેલાં સ્ક્રીનશોર્ટ પ્રમાણે, તેણે વેજિટેરિયન ફૂડ પર ‘Veg Mode Enablement Fee’ નામથી એક ચાર્જ લગાવવામાં આવ્યો હતો. રોહિત રંજને પોતાની પોસ્ટમાં આ ચાર્જને વેજિટેરિયન લોકો પર લગાવવામાં આવતાં લક્ઝરી ટેક્સ તરીકે ગણાવ્યો હતો.
તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે હાલ ભારતમાં વેજિટેરિયન હોવું પણ એક અભિશાપ જેવું લાગે છે. સાથે જ, આ ચાર્જની આલોચના કરતા એક યૂઝરે લખ્યું છે, વેજિટેરિયન સાથીઓ પોતાની જાતને સંભાળો. આપણે ‘ગ્રીન એન્ડ હેલ્ધી’થી હવે ‘ગ્રીન એન્ડ પ્રાઇસી’ થઈ ગયા છીએ. ધન્યવાદ ઝોમેટો, એકવાર ફરી એ સાબિત કરવા માટે કે વેજિટેરિયન હોવું હવે એક લક્ઝરી ટેક્સ સમાન છે. અમારી સાથે સમાન વ્યવહાર કરવા માટે સ્વિગીને ધન્યવાદ. રંજનનાં સ્ક્રીનશોર્ટ પ્રમાણે, તેની પાસે વેજ મોડ ચાર્જ પ્રમાણે 2 રૂપિયા વસૂલવામાં આવ્યા હતા.
તે પછી ઝોમેટો CEOએ લખ્યું, આ અમારી તરફથી થયેલી મૂર્ખતા છે. મને આના માટે ખૂબ જ દુઃખ છે. આ ચાર્જ આજથી જ હટાવી દેવામાં આવ્યો છે. સાથે જ ગોયલે યુઝર્સને એવું આશ્વાસન આપ્યું છે કે આપણે તેના માટે ફેરફાર કરીશું જેથી આવી ભૂલ ફરીથી ના થઈ શકે. આવી ભૂલને જણાવવા માટે ધન્યવાદ.
નોંધનીય છે કે આ પહેલાં પણ ઝોમેટો પોતાના ચાર્જ માટે ખૂબ જ ચર્ચામાં રહ્યું છે. હાલમાં જ ઝોમેટોએ પોતાના પ્લેટફોર્મ ચાર્જમાં પણ નફો કર્યો હતો અને અનેકવાર વિવિધ સરચાર્જથી તેમની ચર્ચા થતી રહે છે.
આ સમાચાર પણ વાંચો… ઝોમેટોમાંથી ફૂડ ઓર્ડર કરવું મોંઘું થયું:પ્લેટફોર્મ ચાર્જ 25% વધીને 5 રૂપિયા થયો, તેનાથી કંપનીને વાર્ષિક 90 કરોડ રૂપિયાની આવક થશે
ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની ઝોમેટો પાસેથી ફૂડ ઓર્ડર કરવું હવે થોડું મોંઘું થઈ ગયું છે. કંપનીએ પ્લેટફોર્મ ચાર્જમાં 25%નો વધારો કર્યો છે. હવે ગ્રાહકોએ દરેક ઓર્ડર પર 4 રૂપિયાના બદલે 5 રૂપિયા પ્લેટફોર્મ ચાર્જ ચૂકવવો પડશે. આ સમાચાર આગળ વાંચવા માટે અહીં ક્લિક કરો