વડોદરામાં આજે યવતેશ્વર કમ્પાઉન્ડ ખાતે પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીનું માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના હસ્તે કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં સરકાર જેવું છે જ નહીં, ભ્રષ્ટાચારન
.
‘હું બને પાર્ટીના રગેરગથી વાકેફ છું’ પ્રજા શક્તિ પાર્ટીના કાર્યકરોને સંબોધતા માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાધેલાએ જણાવ્યું કે, સર સયાજીરાવ ગાયકવાડે વડોદરાને અનેકગણું આપ્યું છે. ત્યારે વડોદરા હરણી એરપોર્ટનું નામ સર સયાજીરાવ ગાયકવાડ આપવા માંગણી અને લાગણી વ્યક્ત કરી હતી. સાથે આ અંગેનો ઠરાવ કરી ભારત સરકારને પત્ર લખવા રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. રાજેન્દ્રસિંહ રાઠોડને સુચન કર્યું હતું. તેમણે ભાજપા અને કોંગ્રેસને આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું કે, બંને પક્ષના હાઇકમાન્ડના કહેવાતા પોતાના પક્ષના જ ઉમેદવારોને હરાવવાની રાજનીતિ કરે છે. આ બંને પાર્ટીની રગેરગથી વાકેફ છું.
દારૂના કારણે મહિલાઓ વિધવા બની રહી છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજની સરકાર પ્રજાની સરકાર નથી. જે મતદારોએ ચૂંટણી જીતાડીને મોકલ્યા છે તે મતદારો ફરિયાદ કરતાં ગભરાય છે, પરંતુ ગભરાવાની જરૂર નથી. નિડર બનો અને લિડર બનો. તેમણે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ રિધ્ધિરાજસિહની દારૂ બંધી છૂટી કરવાની વાતને સમર્થન આપતાં જણાવ્યુ હતું કે, હું દારૂ પીતો નથી અને કોઇ પીવે તે મને ગમતું પણ નથી. હાલમાં વેચાતા અને પીવાતા ખરાબ દારૂના કારણે મહિલાઓ વિધવા બની રહી છે. ત્યારે જે દારૂબંધીના કાયદાનો અમલ થતો ન હોય તેવા કાયદાનો કોઇ મતલબ નથી.
આ પાર્ટી ભ્રષ્ટાચાર મુક્ત પાર્ટી હશે- પ્રજા શક્તિ પાર્ટીના અધ્યક્ષ આ પ્રસંગે પ્રજા શક્તિ પાર્ટીના અધ્યક્ષ ડો. રાજેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, આ પાર્ટી ભ્રષ્ટાચાર મુક્ત પાર્ટી હશે. ઓગષ્ટ-2024માં વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરના કારણે વડોદરાને ભારે નુકસાન થયું હતું. આગામી કોર્પોરેશનની ચૂંટણી સહિત આવી રહેલી ચૂંટણીમાં પ્રજા શક્તિ પાર્ટીના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતરશે.
મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે પટાંગણમાં આયોજીત કાર્યક્રમમાં શહેર-જિલ્લાના અગ્રણીઓમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. રાજેન્દ્રસિહ રાઠોડ, પ્રદેશ પ્રમુખ રિધ્ધિરાજસિહ પરમાર, છોટાઉદેપુરના રાજવી પરિવારના જય પ્રતાપસિહ, પ્રદેશ મહિલા પ્રમુખ દિપાબેન જોષી, શહેર મહિલા પ્રમુખ ભાવિષાબેન પરમાર, વિનોદ નાયક, રાજેશભાઇ પંડ્યા સહિત મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.