36 મિનિટ પેહલા
- કૉપી લિંક
રિષભ પંત IPL 2025 પહેલા લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)નો કેપ્ટન બનવા માટે તૈયાર છે. ગયા વર્ષે નવેમ્બરના મેગા ઓક્શનમાં પંત IPLનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો, જેને LSGએ 27 કરોડ રૂપિયા (લગભગ 3.21 મિલિયન યુએસ ડોલર)માં ખરીદ્યો હતો. ભારતના વિકેટકીપર-બેટર કેએલ રાહુલે તેની પ્રથમ ત્રણ સિઝન (2022થી) માટે LSGનું નેતૃત્વ કર્યું હતું. ટીમે પ્રથમ બે વર્ષમાં પ્લે-ઓફમાં જગ્યા બનાવી હતી, જોકે તે ફાઈનલમાં પહોંચી શકી નહોતી. 2024ની સિઝન ઘણી ખરાબ રહી અને ટીમ સાતમા ક્રમે રહી.
પંત માટે IPLમાં LSGજી ટીમ છે પંત માટે IPLમાં LSG બીજી ટીમ છે. અગાઉ તેણે 2016માં દિલ્હી કેપિટલ્સ સાથે IPLમાં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે સમયે, ડેરડેવિલ્સ (દિલ્હી કેપિટલ્સનું પહેલાનું નામ)એ તેને 2016ની ઓક્શનમાં 1.6 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પંત દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશિપ પણ કરી ચૂક્યો છે. તેને 2021માં કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. અકસ્માતના કારણે તે 2023માં IPLથી દૂર રહ્યો હતો. તે 2024માં પણ દિલ્હીનો કેપ્ટન રહ્યો હતો.
ઓક્શન પહેલા, LSGએ પાંચ ખેલાડીઓને રિટેન કર્યા હતા LSGએ નિકોલસ પૂરન, રવિ બિશ્નોઈ, મયંક યાદવ, આયુષ બદોની અને મોહસીન ખાનને રિટેન કર્યા હતા, જો કે, તેઓ એવા ભારતીય ખેલાડીની શોધમાં હતા જે રાહુલને કેપ્ટન તરીકે બદલી શકે. પંત શ્રેયસ અય્યરની સાથે તેની યાદીમાં ટોચ પર છે. ઓક્શનમાં પંતને મેળવવા માટે LSG અને SRH વચ્ચે રેસ હતી. તેમની બિડ રૂ. 20.75 કરોડ સુધી પહોંચી, બાદમાં SRH પીછેહઠ કરી. LSGએ દિલ્હી કેપિટલ્સ તરફથી રાઈટ-ટુ-મેચ પડકારનો સામનો કરવા માટે તેને વધારીને 27 કરોડ રૂપિયા કરી દીધો.
મિલર, માર્શ અને માર્કરમ જેવા ખેલાડીઓ પણ LSGમાં પંતની સાથે વિદેશી બેટર ડેવિડ મિલર, મિચેલ માર્શ અને એડન માર્કરમ અને ભારતીય સીમર આકાશ દીપ અને આવેશ ખાન નવી LSG ટીમમાં સામેલ થશે. ઓક્શન સમાપ્ત થયા પછી પૂરન, માર્શ, માર્કરમ અને મિલર પણ સંભવિત સુકાનીપદના વિકલ્પો હતા.
પંત હવે હેડ કોચ જસ્ટિન લેંગર સાથે નજીકથી કામ કરશે, જેમની સાથે તેણે ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન વાતચીત કરી હતી અને ટીમના નવા માર્ગદર્શક ઝહીર ખાન પણ તેની સાથે જોડાશે.