1 કલાક પેહલા
- કૉપી લિંક
વર્ષ 2025ની સૌથી મોટી ફિલ્મોમાંથી એક કન્નપ્પાનો અક્ષય કુમારનો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો છે. આ પૌરાણિક ફિલ્મમાં અક્ષય કુમાર ભગવાન શિવની ભૂમિકામાં જોવા મળશે. કાજલ અગ્રવાલ પાર્વતીના રોલમાં જોવા મળશે.
અક્ષય કુમારે તેના ઇન્સ્ટાગ્રામમાં ફિલ્મનું નવું પોસ્ટર શેર કર્યું છે. અક્ષય કુમારે એક હાથમાં ત્રિશૂળ અને બીજા હાથમાં ડમરુ પકડ્યું હોય તેવું પોસ્ટર શેર કર્યું અને લખ્યું, ‘કન્નપ્પા ફિલ્મ માટે મહાદેવની પવિત્ર આભામાં પગ મૂકું છું.’ જીવનની આ મહાકાવ્ય વાર્તા તમારા માટે લાવવામાં મને ગર્વ છે. ભગવાન શિવ આ દિવ્ય યાત્રામાં આપણને માર્ગદર્શન આપે. ઓમ નમઃ શિવાય.
અક્ષય પહેલા ‘કન્નપ્પા’ ફિલ્મમાંથી કાજલ અગ્રવાલનો લુક પણ રિલીઝ કરવામાં આવ્યો છે. વર્ષ 2025ની શરૂઆતમાં રિલીઝ થયેલા પોસ્ટરમાં કાજલ અગ્રવાલ પાર્વતીના રોલમાં જોવા મળી હતી. કાજલ અગ્રવાલ પહેલા, આ ભૂમિકા નૂપુર સેનનને ઓફર કરવામાં આવી હતી, જોકે, શેડ્યૂલના સંઘર્ષને કારણે તેણે આ ફિલ્મને નકારી કાઢી હતી. આ પછી નયનતારાને પાર્વતીનો રોલ ઓફર થયો હતો. આખરે આ રોલમાં કાજલ અગ્રવાલને કાસ્ટ કરવામાં આવી હતી.
આ ફિલ્મમાં પ્રભાસ નંદીની ભૂમિકા ભજવવાનો છે. જો કે રિપોર્ટ્સનું માનીએ તો તે ફિલ્મમાં કેમિયો કરશે. હાલમાં તેનો લુક જાહેર કરવામાં આવ્યો નથી. આ સિવાય ફિલ્મમાં મોહન બાબુ,વિષ્ણુ માન્ચુ, મધુ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનો સ્ક્રિનપ્લે પણ એક્ટર વિષ્ણુ માન્ચુએ તૈયાર કર્યો છે.
‘કન્નપ્પા’ ફિલ્મ 25 એપ્રિલે રિલીઝ થશે મુકેશ કુમાર સિંહ તેલુગુ ભાષામાં બનેલી ફિલ્મ ‘કન્નપ્પા’નું ડિરેક્શન કરી રહ્યા છે. આ ફિલ્મ 25મી એપ્રિલે રિલીઝ થઈ રહી છે.
‘OMG 2’માં શિવની ભૂમિકા ભજવ્યા બાદ અક્ષય કુમાર વિવાદોમાં ઘેરાયો હતો કન્નપ્પા ફિલ્મ પહેલા, અક્ષય કુમારે 2023ની ફિલ્મ ‘ઓહ માય ગોડ 2’માં ભગવાન શિવની ભૂમિકા ભજવી હતી. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ અક્ષય કુમારના રોલની ભારે ટીકા થઈ હતી. મહાકાલ મંદિરના પૂજારીઓએ ભગવાન શિવના સ્વરૂપને ખોટી રીતે બતાવવા બદલ ફિલ્મના નિર્માતાઓને કાયદાકીય નોટિસ પણ મોકલી હતી.