બોટાદ જિલ્લા કલેકટર જિન્સી રોય અને મહિલા બાળ વિભાગના અધિકારી આઈ. આઈ. મન્સૂરીસરના માર્ગદર્શન હેઠળ ઢિંકવાળી પ્રાથમિક શાળામાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો. આચાર્ય રમેશભાઈ ખંભાળિયાના સંકલનથી કાર્યક્રમની શરૂઆત શાળાના બાળકો દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી હતી.
.
કાઉન્સેલર રીંકલબેન દ્વારા 100, 112, 1930 અને 1098 હેલ્પલાઇનની માહિતી આપવામાં આવી. ગુડ ટચ-બેડ ટચ ડેમો સ્ટેશન દ્વારા સમજણ આપવામાં આવી. DHEWના જેન્ડર સ્પેશિયાલિસ્ટ મનસુખભાઈએ વ્હાલી દીકરી યોજના, મહિલા સ્વાવલંબન યોજના અને વિધવા પુન:લગ્ન યોજના વિશે માહિતી આપી. બોટાદ રૂરલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ. એ.ડી.વ્યાસે મહિલા સુરક્ષા અને કાયદા વિશે માર્ગદર્શન આપ્યું. શી ટીમના કર્મચારી સુરપાલસિંહ ગોહિલે શી ટીમની કામગીરી અને પેટ્રોલિંગ વિશે માહિતી આપી. વી.આર. સિસ્ટમ દ્વારા બાળકોને મનોરંજન કરાવાયું.
સખી વન સ્ટોપ સેન્ટરના છાયાબેને સખી વનસ્ટોપ અને આશ્રય સંબંધિત માહિતી આપી. 181 અભયમ મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર રીટાબેને 181 હેલ્પલાઇનની માહિતી આપી. શાળાના શિક્ષક દ્વારા બેટી બચાવો બેટી પઢાવો શપથ લેવડાવવામાં આવ્યો. કાર્યક્રમના અંતે ડાભી દિગ્વિજયસિંહે આભારવિધિ કરી.