રાજકોટ રેલવે સ્ટેશન ઉપર આજે મોટી દુર્ઘટના ટળી છે. જેમાં રેલવે પ્લેટફોર્મ પર દુરંતો એકસપ્રેસમાં ચાલુ ટ્રેનમાં ચડવા જતા એક આધેડ મુસાફર ફસડાઈ અને ટ્રેનમાં જોખમી રીતે ઢસડાવા લાગ્યા હતા. આ દ્રશ્યોને જોતા જ રેલવેના પોલીસ કોન્સ્ટેબલ જયેશભાઈ દોડી ગયા હતા. અન
.
મુસાફર ચાલુ ટ્રેને ચડવા જતા ઢસડાયા
ચાલુ ટ્રેને ચડવા જતા મુસાફર પટકાયા પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો રહેતો હોય છે. જેમાં ઘણી વખત લોકો દોડીને ચાલુ ટ્રેનમાં ચડવાની કોશિશ કરતા હોવાથી દુર્ઘટનાઓ બનતી હોય છે. આ પ્રકારની અનેક ઘટનાઓ અગાઉ પણ સામે આવી હોવા છતાં લોકો બેદરકારી રાખે છે. ત્યારે આજે આવી જ વધુ એક ઘટના સામે આવી હતી. જેમાં મુંબઇનાં 45 વર્ષીય નરેન્દ્ર મેરજીભાઈ ભાનુશાળી નામના મુસાફર દુરંતો એક્સપ્રેસ ટ્રેન ચાલુ થઈ ગઈ હોવા છતાં તેમાં ચડવા ગયા હતા. જેના કારણે તેણે સંતુલન ગુમાવ્યું હતું. અને ટ્રેન તેમજ પ્લેટફોર્મ વચ્ચે ઢસડાવા લાગ્યા હતા.
RPF જવાને હાથ પકડી બચાવવાનો પ્રયાસ કર્યો
RPF જવાને જીવના જોખમે મુસાફરને બચાવ્યા આ દ્રશ્યો જોઈને રેલવે એલસીબીમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જયેશભાઇ નાથાભાઈ તેમની મદદમાં દોડી ગયા હતા. અને નરેન્દ્રભાઈ ટ્રેન નીચે આવી જાય તે પહેલાં તેમના હાથ પકડી રાખી બહાર ખેંચી લીધા હતા. જોકે આ પહેલા નરેન્દ્રભાઈનો પગ કપાઈ જતા તેમને પ્રથમ સિવિલ હોસ્પિટલમાં અને ત્યારબાદમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આમ કોન્સ્ટેબલની સતર્કતાથી તેમનો જીવ તો બચી ગયો છે. પરંતુ તેમણે ચાલુ ટ્રેનમાં ચડવાની કરેલી ભૂલનાં કારણે પગનો ભોગ લેવાયો હતો.
પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાયા બાદ જવાને હાથ પકડી રાખ્યો
અકસ્માતની ઘટના CCTVમાં કેદ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, રાજકોટ રેલવે સ્ટેશન પર દુરંતો એક્સપ્રેસમાં આધેડ ટ્રેનમાં ચડવા જતા હતા.આ દરમિયાન તેમણે સંતુલન ગુમાવતા તેઓ નીચે પડી ગયા અને પ્લેટફોર્મ-ટ્રેન વચ્ચે ફસાઈ ગયા હતાં. આ દરમિયાન ફરજ પર હાજર રેલવે પોલીસ કોન્સ્ટેબલ જયેશભાઈ નાથાભાઈએ પોતાના જીવની પણ પરવા કર્યા વગર આ આધેડને ખેંચી લઈને જીવ બચાવ્યો હતો. જોકે આ પૂર્વે તેમનો પગ કપાઈ ગયો હતો.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ રેલ્વે સ્ટેશન પર હજારોની સંખ્યામાં મુસાફરો અવરજવર કરતા હોય છે. ઘણીવાર મુસાફરો ચાલુ ટ્રેનમાં ચડવાની કોશિશમાં દુર્ઘટનાને નિમંત્રણ આપે છે. આમ તો વારંવાર રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોને અપીલ કરવામાં આવે છે. પરંતુ આમ છતાં લોકો બેદરકારી રાખે છે. મુસાફરની નાની સરખી ભૂલનું પરિણામ પોતે અને પોતાના પરિવારને ભોગવવું પડી શકે તેવી શક્યતાને મુસાફરો ધ્યાનમાં લેતા નહીં હોવાને લઇ આવી દુર્ઘટનાઓ બને છે. ત્યારે લોકો પણ આ મામલે સાવધાની રાખે તે જરૂરી છે.