હિંમતનગરથી ખેડબ્રહ્મા વચ્ચે ચાલી રહેલા બ્રોડગેજ રેલવે પ્રોજેક્ટમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા LHS No.113(A) અને LC No.120 પર અન્ડરપાસની કામગીરી હાથ ધરવામાં આવશે, જેના કારણે વડાલી-ઇડર રોડથી કેશરગંજ ગામ સુધીનો રસ્તો 4
.
સાબરકાંઠા જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને 20 જાન્યુઆરી 2025થી 1 માર્ચ 2025 સુધી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા આદેશ આપ્યો છે. આ સમયગાળા દરમિયાન દરરોજ સવારે 7 વાગ્યા સુધી વાહનચાલકોએ નિર્ધારિત વૈકલ્પિક માર્ગનો જ ઉપયોગ કરવાનો રહેશે.
વાહનચાલકો માટે બે અલગ-અલગ વૈકલ્પિક માર્ગ નક્કી કરવામાં આવ્યા છે. ઇડર તરફથી આવતા વાહનોએ ઇડરથી સીધા કેશરગંજ ગામ તરફનો માર્ગ અપનાવવાનો રહેશે, જ્યારે વડાલી તરફથી આવતા વાહનોએ નેશનલ હાઇવે-58 થઈને વડાલીથી કેશરગંજ ગામ તરફનો માર્ગ વાપરવાનો રહેશે.
કલેક્ટરના આ હુકમનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ કાયદાકીય કાર્યવાહીને પાત્ર બનશે અને તેમને દંડ તેમજ સજા થઈ શકે છે. આ નિર્ણય રેલવે પ્રોજેક્ટની કામગીરીને વેગવંતી બનાવવા માટે લેવામાં આવ્યો છે.