13 મિનિટ પેહલા
- કૉપી લિંક
ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે ઇંગ્લેન્ડ સામેની T20 અને ODI સિરીઝ પહેલા કોલકાતાના કાલીઘાટ મંદિરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમનો સ્ટાફ પણ તેમની સાથે હતો. ઇંગ્લેન્ડ તેમના પ્રવાસની શરૂઆત બુધવારે કોલકાતામાં T20 મેચથી કરશે.
કાલીઘાટ મંદિર 51 શક્તિપીઠોમાંથી એક છે. ગંભીરને માતા કાલીમાં ઊંડી શ્રદ્ધા છે, તે જ્યારે પણ કોલકાતા આવે છે ત્યારે કાલીઘાટ મંદિરમાં જવાનું ભૂલતો નથી.
ઇંગ્લેન્ડ સામે 5 T20 અને ત્રણ ODI મેચ રમશે ટીમ ઈન્ડિયા ઇંગ્લેન્ડ સામે પાંચ T20 અને 3 ODI મેચની સિરીઝ રમશે. પાંચ મેચોની T20 મેચની શ્રેણીની પ્રથમ મેચ ઈડન ગાર્ડન્સમાં રમાશે. થશે. આ પછી બીજી T20 ચેન્નઈમાં 25 જાન્યુઆરીએ, રાજકોટમાં 28 જાન્યુઆરીએ, પુણેમાં 31 જાન્યુઆરીએ અને મુંબઈમાં 2 ફેબ્રુઆરીએ રમાશે. આ પછી, ત્રણ વન-ડે મેચની શ્રેણી પણ યોજાવાની છે, જે પાકિસ્તાનમાં 19 ફેબ્રુઆરીથી શરૂ થનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની દૃષ્ટિએ મહત્વપૂર્ણ છે.
BGTમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ ગંભીર પર સવાલો ઉભા થઈ રહ્યા છે ટીમ ઈન્ડિયા 10 વર્ષ બાદ બોર્ડર ગાવસ્કર ટ્રોફી હારી ગયા બાદ ગૌતમ ગંભીરની કોચિંગ સ્ટાઈલ પર સવાલો ઉભા થઈ રહ્યા છે. BGT પહેલા ટીમ ઈન્ડિયાને ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ સિરીઝ પણ ગુમાવવી પડી હતી. BGTની હાર બાદ BCCIએ ટીમમાં અનુશાસન પુનઃસ્થાપિત કરવા માટે કડક માર્ગદર્શિકા જારી કરી છે.