7 મિનિટ પેહલા
- કૉપી લિંક
હિના ખાન આ દિવસોમાં બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમી રહી છે. પરંતુ હવે તેણે કામ પર પાછા ફરવાનું નક્કી કર્યું છે. ટૂંક સમયમાં તે ‘ગૃહ લક્ષ્મી’ શોમાં જોવા મળશે. દરમિયાન, એક ઈન્ટરવ્યૂમાં હિના ખાને કહ્યું કે તે ‘કસૌટી જિંદગી કી 2’ માં કોમોલિકાનું પાત્ર ભજવવાને લઈને ખૂબ જ સંકોચ અનુભવતી હતી, કારણ કે અગાઉ તેણે સાદી અક્ષરાનું પાત્ર ભજવ્યું હતું.
સ્ક્રીન પર વાતચીત દરમિયાન હિના ખાને કહ્યું, ‘મેં અક્ષરાનો રોલ કર્યો હતો. આવી સ્થિતિમાં જ્યારે મને કોમોલિકાનો રોલ ઓફર કરવામાં આવ્યો ત્યારે મને વિશ્વાસ નહોતો. મને વિશ્વાસ નહોતો કે હું ખલનાયકની ભૂમિકા ભજવી શકીશ, ખાસ કરીને કોમોલિકા, કારણ કે ઉર્વશી ધોળકિયાએ તે પાત્ર ખૂબ સારી રીતે ભજવ્યું હતું. મને લાગ્યું કે હું તે પાત્ર સારી રીતે ભજવી શકીશ નહીં અને નિષ્ફળ જઈશ, તેથી હું તે કરવા માગતી ન હતી.’
હિના ખાને કહ્યું, ‘પરંતુ ત્યારે એકતા કપૂરે મને ખૂબ સપોર્ટ કર્યો અને મને આ ભૂમિકા ભજવવાનો વિશ્વાસ અપાવ્યો. તેણે મને કહ્યું કે તું તેની ‘કોમોલિકા’ છે અને તે આ પાત્રમાં અન્ય કોઈને કાસ્ટ કરવાનું વિચારી શકતી નથી.
હિના ખાને સોશિયલ મીડિયા પર જે ટીકાઓ થઈ રહી છે તેના વિશે વાત કરતા કહ્યું, ‘હવે મને કોઈ ફરક નથી પડતો કે કોણ શું કહે છે, પછી ભલે લોકો શું નેગેટિવ બોલે. હું મારી આસપાસ માત્ર હકારાત્મકતા અનુભવું છું. તેમ જ, હું ખૂબ ધીરજ રાખતા શીખી છું. હવે જ્યારે પણ કોઈ સમસ્યા ઊભી થાય છે ત્યારે હું તેને સારી રીતે જોઉં છું.’
હિના આ શોમાં જોવા મળી છે તમને જણાવી દઈએ કે, હિના ખાને ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ થી ઘર-ઘરમાં જાણીતી બની હતું. આ સિવાય તે ‘બિગ બોસ 11’માં પણ જોવા મળી હતી.