ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝમાં હાર અને નબળા પરફોર્મન્સ બાદ ભારતીય ક્રિકેટ બોર્ડે તમામ ખેલાડીઓ જે હાલ ક્રિકેટના અન્ય ફોર્મેટ ન રમતાં હોય તેમને ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં ભાગ લેવા જણાવ્યું છે. જેથી હવે ફરી શરૂ થનાર રણજી ટ્રોફીમાં સ્ટાર ખેલાડીઓ પરસેવો પા
.
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાુન્ડર રવીન્દ્ર જાડેજા સૌરાષ્ટ્રની ટીમ સાથે જોડાયો.
ખેલાડીઓએ કાલની મેચ માટે સતત બે દિવસ પ્રેક્ટિસ કરી રાજકોટ શહેરના જામનગર રોડ પર ખંઢેરી ગામ નજીક આવેલા નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આવતીકાલથી રણજી મેચ શરૂ થવા જઈ રહી છે. જેમાં ભારતીય ટીમના સ્ટાર ખેલાડીઓ પણ પરસેવો પાડ્યો હતો. આ મેચમાં રિષભ પંત, રવીન્દ્ર જાડેજા, ચેતેશ્વર પુજારા, જયદેવ ઉનડકટ, નવદીપ સૈની જેવા ખેલાડીઓ મેદાનમાં ડોમેસ્ટિક ક્રિકેટ રમતા નજરે પડશે. દિલ્લીની ટીમ રાજકોટ આવી ગયા બાદ છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર અને દિલ્લી, એમ બન્ને ટીમના ખેલાડીઓ સતત બે દિવસથી સ્ટેડિયમ ખાતે નેટ પ્રેક્ટિસ કરી ચુક્યા છે અને આવતીકાલે સવારથી બન્ને ટીમ મેદાનમાં મેચ રમવા માટે ઉતરશે.
પ્રેક્ટિસ સેશનમાં સૌરાષ્ટ્રનો અનુભવી બેટર અર્પિત વસાવડા.
ટીમ ઈન્ડિયાનો વૉલ ચેતેશ્વર પૂજારા પણ પ્રેક્ટિસ સેશનમાં જોવા મળ્યો હતો.
રિષભ પંત આવતીકાલની મેચમાં કેપ્ટન તરીકે નહિ રમે ઉલ્લેખનીય છે કે, આવતીકાલની મેચ સૌરાષ્ટ્ર અને દિલ્લી એમ બન્ને ટીમમાં મહત્વપૂર્ણ સાબિત થઇ શકે તેમ છે. લીગ મેચ બાદ જે ટીમ જીતશે તે ટીમ માટે આગળ કવોલીફાય થવાના ચાન્સ વધુ પ્રબળ બની શકે છે. આ સાથે રિષભ પંત આવતીકાલની મેચમાં કેપ્ટન તરીકે નહિ, પરંતુ ખેલાડી બનીને મેદાનમાં ઉતરશે. આવતીકાલની મેચમાં દિલ્લી ટીમના કેપ્ટન તરીકે જવાબદારી આયુષ બદોનીની રહેશે, જયારે સૌરાષ્ટ્રના કેપ્ટન તરીકે જયદેવ ઉનડકટ જવાબદારી નિભાવશે.
ભારતીય ટીમનો વિકેટકીપર બેટર રિષભ પંતે દિલ્હીની ટીમ સાથે પ્રેક્ટિસ કરી હતી.