જાન્યુઆરીમાં સૌરાષ્ટ્ર-કચ્છના પેટાળમાં હલચલ વધી
ગુજરાતમાં એક માસમાં ૨.૫થી વધુ તીવ્રતાના ૧૨ ધરતીકંપો
નોંધાયા,ઓછી
તીવ્રતાના આંચકા અનેક
રાજકોટ : કચ્છમાં હજારો લોકોના મોત નીપજાવનાર અને લાખો બિલ્ડીંગોને
ધરાશાયી કરનાર મહાવિનાશક ભૂકંપને આગામી તા.૨૬ જાન્યુઆરીના ૨૪ વર્ષ પૂરા થઈ રહ્યા
છે ત્યારે આ ભૂકંપ બાદ ગુજરાતમાં સ્થપાયેલ આઈ.એસ.આર. દ્વારા નાના-મોટા ભૂકંપો
માપવામાં આવે છે અને કચ્છમાં ત્યારબાદ અનેક કંપનો નોંધાતા રહ્યા છે. આજે કચ્છના
રાપર વિસ્તારમાં પાંચ દિવસમાં બીજો ધરતીકંપ નોંધાયો છે.
સૂત્રો અનુસાર ગત તા.૧૭ના રાત્રે ૧૦-૪૯ વાગ્યે રાપરથી પશ્ચિમ-દક્ષિણ
દિશાએ ૧૮ કિ.મી.ના અંતરે જમીનમાં ૧૨ કિ.મી.ની ઉડાઈએ ૨.૯નો ધરતીકંપ બાદ આજે બપોર બાદ
૧૨-૫૯ વાગ્યે એ સ્થળ નજીક,
રાપરથી પશ્ચિમ-ઉત્તર દિશાએ ૧૮ કિ.મી.ના અંતરે જમીનમાં ૧૩.૧ કિ.મી. ઉંડાઈએ ૨.૮નો
ભૂકંપ નોંધાયો હતો.
સૌરાષ્ટ્ર-કચ્છમાં જાન્યુઆરી માસમાં પૃથ્વીના પેટાળમાં હલચલ,કંપન વધ્યા છે. ઈન્સ્ટીટયુટ
દ્વારા માત્ર ૨.૫થી વધુ તીવ્રતાના ભૂકંપની જ વિગતો ઓનલાઈન જારી કરાતી હોય છે જે મૂજબ
ગત ડિસેમ્બર માસમાં તા.૨૩,૨૪ અને તા.૨૯ના
કચ્છમાં ભચાઉ,દુધઈ અને
લખપતથી ૭૬ કિ.મી.અંતરે બોર્ડર પાસે એમ ત્રણ આંચકા નોંધાયા હતા જ્યારે જાન્યુઆરી માસના
૨૩ દિવસમાં ભચાઉ, રાપર,દુધઈમાં પાંચ આંચકા
અને તલાલામાં ૨, ઉના પાસે
૧, અને ઉત્તર ગુજરાતમાં
વાવ વિસ્તારમાં ૧ સહિત ૯ ધરતીકંપ નોંધાયા છે. આમ, તા.૨૩ ડિસેમ્બરથી આજે તા.૨૩ જાન્યુઆરી સુધી એક માસમાં ૧૨ ધરતીકંપ
નોંધાયા છે ષ્ટ્માં માત્ર એક જ સૌરાષ્ટ્ર-કચ્છની
બહાર છે. રિચર સ્કેલ પર ૨.૫થી ઓછી તીવ્રતાના આંચકા તો અસંખ્ય આવ્યાની શક્યતા છે.