સહકારી મંડળીઓમાં નોકરી અંગે નિયમો ઘડવા માગ
.
રાજ્યની સહકારી મંડળીઓમાં કર્મચારીઓની નોકરી સંબંધિત નિયમો ઘડવા હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી. હાઇકોર્ટે સરકારના સહકારી વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીને સોગંદનામું કરવાનો આદેશ કર્યો છે. આ કેસની વધુ સુનાવણી 28મી ફેબ્રઆરીએ હાથ ધરાશે.
બેફામ ભાવે વસ્તુઓનું વેચાણ કરતી હોટેલ પર કાર્યવાહી
રાજ્યમાં હાઈવે પરની 27 હોટેલ પર હવે ST બસ નહીં ઉભી રહે. હોટલો બેફામ ભાવે વસ્તુઓનું વેચાણ કરતી હોવાની ફરિયાદ મળતા હોટલો સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. ઘણી હોટલોના લાયસન્સ રદ પણ કરવામાં આવ્યા છે.
તપાસમાં આદર્શ પબ્લિક સ્કૂલની નવી પોલ ખુલી
સુરતમાં વિદ્યાર્થિનીના આપઘાત કેસમાં તપાસ દરમિયાન સ્કૂલની નવી પોલ ખુલી. સ્કૂલમાં ઇમર્જન્સી સીડી નથી, રમતગમતનું મેદાન નથી, સ્કૂલમાં જ યુનિફોર્મનું વેચાણ, બંગલામાં સ્કૂલ ચાલી રહી છે. અને પ્રિન્સિપાલ પણ ભૂતિયા છે. સ્કૂલે વિદ્યાર્થિની પર ફી ભરવા મુદ્દે દબાણ કરવાથી તેણે આપઘાત કર્યો હોવાનો આક્ષેપ છે.
વિદ્યાર્થિનીઓ સાથે અશ્લીલ હરકતો કરનારને 3 વર્ષની સજા
વલસાડમાં વિદ્યાર્થિનીઓ સાથે અશ્લીલ હરકતો કરનાર સ્કૂલ વાનના ચાલકને પોક્સો કોર્ટે ત્રણ વર્ષની કેદની સજા અને 15 હજારનો દંડ ફટકાર્યો. સાથે જ પીડિત બાળકીને 1 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો.
પોલીસ ભરતીમાં બોગસ ઉમેદવાર ઝડપાયો
પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન મહેસાણામાંથી બોગસ ઉમેદવાર ઝડપાયો. આરોપીએ કોલલેટરમાં ચેડાં કરી પોતાના નામનો ખોટો કોલલેટર બનાવ્યો હતો. આરોપી વિરૂદ્ધ પોલીસ મથકે ગુનો નોંધાયો છે.
સોખડા GIDCમાં ATSની મોટી કાર્યવાહી
આણંદમાં ખંભાતની સોખડા GIDCમાં આવેલી ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝ નામની ફાર્માસ્યુટિકલ કંપનીમાં ATSએ દરોડા પાડ્યા. કંપનીના તમામ રેકોર્ડ્સ અને દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી. ઉપરાંત માલિક અને કર્મચારીઓની પણ પૂછપરછ કરવામાં આવી છે.
દુષ્કર્મના આરોપીએ આપઘાતનો પ્રયાસ કર્યો
દુષ્કર્મના આરોપી અમર જીકાણીએ એસિડ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો. પોલીસ એક હોટલમાં બાથરૂમની અંદર તેને લઘુશંકા માટે લઈ ગઈ હતી, ત્યારે જ આરોપીએ એસિડ ગટગટાવી લીધું. આરોપીને બચાવવા જતા એક પોલીસકર્મી પણ દાઝ્યો છે.