- Gujarati News
- Business
- 2025: Need To Increase Focus On Healthcare, IT, Infrastructure, Textiles And Green Hydrogen Sectors
મુંબઇ2 કલાક પેહલા
- કૉપી લિંક
- વધતા ફુગાવા- પોલિટિકલ ઇશ્યુ જેવા પડકારો વચ્ચે સ્થાનિક વિકાસ રોડમેપ મજબૂત
વર્ષ 2025માં શ્રેષ્ઠ તકો શોધી રહેલા રોકાણકારોએ પાંચ વૃદ્ધિ પામી રહેલા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ: સ્વાસ્થ્ય સંભાળ સેવામાં ડિજિટલ ક્રાંતિ, ઇન્ફ્રા તેજીની લહેરની અસરો, અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજી આધારિત પરિવર્તન, વૈશ્વિક સ્તરે વૃદ્ધિ પામેલા કાપડ ક્ષેત્ર અને સ્વચ્છ ઊર્જા તરીકે ગ્રીન હાઇડ્રોજનનો સતત વધી રહેલો ઉપયોગ દર્શાવે છે તેમ બજાજ બ્રોકિંગના એમડી મનીષ જૈને દર્શાવ્યો હતો.
વૈશ્વિક સ્તરે, બજાર વધતા ફુગાવા અને અસ્થિર ભૂરાજકીય તણાવોનાં પડકારોનો સામનો કરી રહ્યું છે. આ ઉપરાંત, ભારતનો સ્થાનિક વિકાસ રોડમેપ મજબૂત છે, કારણ કે આ એક મોટા મધ્યમ વર્ગના સેગમેન્ટ, વધેલી ઉત્પાદન ક્ષમતા અને વ્યુહાત્મક નીતિના સુધારા દ્વારા સંચાલિત છે. ભવિષ્યમાં ટકાઉ સફળતાની ચાવી એવા ક્ષેત્રોની ઓળખ કરવા અને તેમના પર ધ્યાન કેન્દ્રીત કરવા પર રહેલી છે, જે આ માળખાકીય બદલાવોમાંથી લાભ અને પ્રગતિ કરશે. આ સકારાત્મક રોકાણકાર ભાવનાને વેગ આપશે, જે અંતે સારા વળતર પૂરા પાડશે.
અસંખ્ય પરિવર્તનશીલ વિકાસે ભારતનાં રોકાણનાં પરિદૃશ્યને આકાર આપ્યો છે. સૌ પ્રથમ, ભારતનાં સ્વાસ્થ્ય સંભાળ ક્ષેત્રમાં આધુનિકીકરણ 2007થી 2021 સુધી ચીનનાં પરિવર્તનની યાદ અપાવતી ગતિથી આગળ વધી રહ્યું છે. જો કે, ભારત એક મહત્ત્વપૂર્ણ અંતર બનાવે છે, કારણ કે ખાનગી સાહસો અને રાજ્ય હસ્તક્ષેપ તેના પરિવર્તનને આગળ વધારી રહ્યા છે. બીજું, ભારત સરકારની 1.4 ટ્રિલિયન ડોલરનાં માળખાકીય સુવિધાએ માત્ર બાંધકામ ઉદ્યોગમાં જ નહીં, પાયારૂપ સામગ્રીઓથી સ્માર્ટ-સિટી ટેકનોલોજીઝ સુધી સંબંધિત પુરવઠા શૃંખલાઓમાં પણ તકોનું સર્જન કર્યું છે.
ત્રીજુ, ભારત વિશ્વના ત્રીજા મોટા AI કૌશલ્ય સમૂહ તરીકે ઊભરી આવ્યો છે, જે ટેકનોલોજી અને ડિજિટલ સેવાઓમાં અભૂતપૂર્વ રોકાણને આકર્ષે છેે. ચોથું, ભારતનું કાપડ ક્ષેત્ર પોતાના માટે વૈશ્વિક પદચિહ્ન બનાવવા માટે સફળ રહ્યું છે, વૈશ્વિક અને વેપાર વિકાસને લીધે પોતાના સમકક્ષોને પાછળ પાડીને રોકાણ સ્થળ બન્યું છે.
દેશના જીડીપીમાં આઇટી સેક્ટરનું 7.5 ટકા યોગદાન ભારત લાંબા સમયથી વૈશ્વિક IT પરિદૃશ્યમાં એક મુખ્ય ખેલાડી રહ્યું છે, જે પોતાના કુશળ વ્યાવસાયિકોના વ્યાપક પૂલ અને કારોબારને અનુકૂળ પર્યાવરણની ઉપસ્થિતિને લીધે છે. IT ક્ષેત્રે AI, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને IoT જેવી નવીન ટેકોનોલોજીઓને વધુ અપનાવી છે. દેશના GDPમાં લગભગ 7.5%નું યોગદાન આપીને IT ક્ષેત્રે સોફ્ટવેર સેવાઓ અને આઉટસોર્સિંગ પર પોતાના આરંભિક ધ્યાનથી AI, ડેટા એનાલિટિક્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ તરફ વિકાસ કર્યો છે.
ગ્રીન હાઇડ્રોજન – ભારત સ્વચ્છ ઊર્જા તરફ પ્રયાણ ભારત ‘સ્વચ્છ ઊર્જા’ની તરફ પોતાના સંક્રમણને વેગ આપી રહ્યો છે અને ગ્રીન હાઇડ્રોજન જેવા ઈંધણોના ઉપયોગને અપનાવવા અને પ્રોત્સાહિત કરવા માટે સારી રીતે તૈયાર છે. સરકારનાં નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ તે 2030 સુધી વાર્ષિક રીતે 5 મિલિયન મેટ્રિક ટન ઉત્પાદિત કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.