- Gujarati News
- Business
- It Is Important To Maintain Continuity In Investments As Early As Possible To Remain Worry free And Financially Secure After Retirement.
નવી દિલ્હી11 મિનિટ પેહલા
- કૉપી લિંક
- વહેલી તકે રોકાણથી ચક્રવૃદ્ધિ વ્યાજનો લાભ મળવા ઉપરાંત મૂલ્યવૃદ્ધિ પણ શક્ય બનશે
નિવૃત્તિ બાદ પણ ચિંતામુક્ત રહેવા માટેનો મંત્ર સતત રોકાણ કરતા રહેવાનો છે. સ્વાભાવિક પણ માર્કેટ વોલેટાઇલ હોય છે અને ટૂંકા ગાળે અનિશ્ચિત હોય છે ત્યારે લાંબા ગાળે તેમાં વૃદ્ધિ થતી રહે છે. રોકાણ માટેનો સ્થિર અભિગમ રોકાણકારને ચક્રવૃદ્ધિ વ્યાજ, વૈવિધ્યકરણ અને લાંબા ગાળાના માર્કેટ ટ્રેન્ડનો લાભ અપાવવાની સાથે જ ફુગાવા સામે તેમના પોર્ટફોલિયોનું રક્ષણ કરે છે. વ્યૂહરચના બનાવવાની આ શિસ્તબદ્ધ રીત નિવૃત્તિ માટે એક મજબૂત નાણાકીય પાયો નાખે છે તેવું બંધન AMCના સેલ્સ-માર્કેટિંગ હેડ ગૌરવ પરિજાએ જણાવ્યું હતું.
રોકાણમાં સાતત્યનો સૌથી મોટો ફાયદો ચક્રવૃદ્ધિ છે. અહીં તમારા જ રિટર્ન પર તમને ફરીથી રિટર્ન મળવાનું શરૂ થતા જ રોકાણ પર સતત ગ્રોથ મળે છે. ઉદાહરણ તરીકે, તમે વાર્ષિક 5%ના વ્યાજદરે રૂ.1,000નું રોકાણ કરો છો તો વર્ષના અંતે તે રકમ વધીને રૂ.1,050 થશે. તેને બદલે, બીજા વર્ષથી તમને માત્ર રૂ.1,000 પર વ્યાજ નથી મળતું પરંતુ સાથે જ પહેલા વર્ષે તમે કમાયેલા રૂ.50 પર પણ વ્યાજનો લાભ મળે છે. જે સાથે તમારું કુલ બેલેન્સ વધીને રૂ.1,102.50 પર પહોંચે છે. તેને પૂરતો સમય આપો અને આ ચક્રવૃદ્ધિનો તમને લાંબા ગાળે લાભ મળશે અને ખાસ કરીને વહેલી ઉંમરે શરૂ કરીને વારંવાર રોકાણ કરવાથી મૂલ્યવૃદ્ધિ શક્ય બનશે. નિવૃત્તિ આયોજનમાં ફુગાવો એ અન્ય એક અગત્યનું પરિબળ છે જે ભાવવધારા સાથે વ્યક્તિની ખરીદશક્તિને પણ ઘટાડે છે.
ફુગાવાના દરની સમકક્ષ જો તમારા રોકાણમાં ગ્રોથ ન થાય તો તમારી બચતનું મૂલ્ય ઘટવા લાગે છે. એક વૈવિધ્યસભર પોર્ટફોલિયોમાં સાતત્ય સાથે રોકાણ તમને આ પ્રકારના મૂલ્યમાં ઘટાડા સામે રક્ષણ પૂરું પાડે છે અને સમય જતા તમારા રોકાણ પર મૂલ્યવૃદ્ધિને પણ સુનિશ્ચિત કરે છે. રોકાણ અઘરું છે અને જ્યારે માર્કેટમાં મંદી હોય ત્યારે તે વધુ ખરાબ હોય છે. રોકાણનું મૂલ્ય ઘટતું જોઇને ચિંતા થાય તે સ્વાભાવિક છે પરંતુ આવેગમાં આપેલી પ્રતિક્રિયા ખર્ચાળ ભૂલ તરફ દોરી જાય છે.
લાંબા ગાળે સફળ નિવૃત્તિ માટે રોકાણમાં સાતત્ય જરૂરી છે. લાંબા ગાળાનું રોકાણ તમને ચક્રવૃદ્ધિ વ્યાજનો લાભ અપાવવાની સાથે જ માર્કેટમાં તમામ પ્રકારના ઉતાર ચઢાવ સામે પણ તમને સલામતી પૂરી પાડે છે. તે ઉપરાંત તે ફુગાવા સામે પણ રક્ષણ પૂરું પાડે છે. પોર્ટફોલિયોમાં વૈવિધ્યકરણ તમને લાંબા ગાળે મૂલ્યવૃદ્ધિનો લાભ આપે છે. સફળ અને આરામદાયક નિવૃત્તિ માટે ધીરજ અને સાતત્ય મુખ્ય મંત્ર છે.
આર્થિક લક્ષ્યો હાંસલ કરવા પોર્ટફોલિયોની સમયાંતરે સમીક્ષા જરૂરી કેટલાક રોકાણકારો માર્કેટ નીચું જાય ત્યારે ખોટ કરીને પણ એક્ઝિટ કરે છે, જ્યારે અન્ય કેટલાક લોકો કંઇક ચૂકાઇ જવાના ડરથી માર્કેટનો પીછો કરે છે. શિસ્તબદ્ધ રોકાણકાર કાળજીપૂર્વકનું આયોજન કરે છે, તે ટૂંકા ગાળાની ભાવનાને આધારે નિર્ણય લેવાનું પસંદ કરતા નથી. લાંબા ગાળાના લક્ષ્યોમાં તમારા પોર્ટફોલિયોની સમયાંતરે સમીક્ષા જરૂરી છે, જે તમારું રોકાણ ઉદ્દેશ્ય સાથે સુસંગત છે તે સુનિશ્ચિત કરવા જરૂરી છે. પોર્ટફોલિયોમાં સમયાંતરે ફેરફાર કરીને તમે નિવૃત્તિ બાદના આર્થિક લક્ષ્યાંકોને હાંસલ કરવા માટે તમારા રિટાયરમેન્ટ પ્લાનને ટ્રેક પર રાખી શકો છો.