– કોલ્ડપ્લેમાં 1 લાખથી વધુ ચાહકો મન મૂકીને ઝૂમ્યા
– કોલ્ડપ્લે કોન્સર્ટમાં સુપરસ્ટાર સિંગર ક્રિસ માર્ટિને કહ્યું, ‘આપકો દેખ કે ખુશી હુઈ, અમદાવાદ ઈઝ બેસ્ટ સિટી’
અમદાવાદ : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ૧ લાખથી વધુની વેસ્ટર્ન મ્યુઝિકની ચાહક મેદનીએ વિશ્વ વિખ્યાત બ્રિટિશ ગ્રુપ કોલ્ડ પ્લેના ક્રિસ માર્ટિન, ઇલિયાના, જસ્લીન રોયલ, શોન વગેરેના અદભુત ગાયકી અને સંગીતના તાલે સમગ્ર ગ્રાઉન્ડની ધરતીને ઝંકૃત કરી દીધી હતી.
ભારત અને દુનિયાના વિવિધ ભાગોમાંથી આવેલા સંગીત રસિકોએ બપોરે ૩ વાગ્યાથી જ સ્ટેડિયમ અને ગ્રાઉન્ડમાં પોતાની જગ્યા લેવાનું શરૂ કરી દીધું હતું. લાઈટિંગ, સાઉન્ડ, અદભુત એલ ઈ ડી ડિસ્પ્લે, સ્પેશ્યલ ઇફેક્ટના સથવારે સાંજે ગ્રૂપના સિંગર શોને કોલ્ડ પ્લેના આવનારા નવા આલ્બમ લવ એન્ડ ટ્રેપ ઉપરાંત લોકપ્રિય જૂના આલ્બમમાંથી રજૂઆતની સાથે માહોલ જમાવી દીધો હતો.