મુંબઈ38 મિનિટ પેહલા
- કૉપી લિંક
શેરબજારમાં આજે એટલે કે 28મી જાન્યુઆરીએ ઉછાળો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 300 પોઈન્ટથી વધુના ઉછાળા સાથે 75,700ની સપાટીએ કારોબાર કરી રહ્યો છે. તેમજ, નિફ્ટીમાં લગભગ 100 પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે, તે 22,900ના સ્તરે કારોબાર કરી રહ્યો છે.
શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સના 30 શેરોમાંથી 17માં વધારો અને 13માં ઘટાડો જોવા મળ્યો હતો. આજે બેન્કિંગ અને IT શેર્સમાં તેજી જોવા મળી રહી છે. FMCG અને ઓટો શેર્સમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે.
જાપાનના નિક્કેઈમાં 0.65%નો ઘટાડો
- એશિયન માર્કેટમાં જાપાનના નિક્કેઈમાં 0.65%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ અને કોરિયાનો કોસ્પી આજે બંધ છે.
- NSEના ડેટા અનુસાર, 27 જાન્યુઆરીએ વિદેશી રોકાણકારો (FII)એ રૂ. 5,015 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. આ દરમિયાન સ્થાનિક રોકાણકારો (DII)એ રૂ. 6,642 કરોડના શેર ખરીદ્યા હતા.
- 27 જાન્યુઆરીએ અમેરિકાનો ડાઓ જોન્સ 0.65%ના વધારા સાથે 44,713 પર બંધ થયો હતો. S&P 500 ઇન્ડેક્સ 1.46% ઘટીને 6,012 પર બંધ થયો. નેસ્ડેક ઇન્ડેક્સમાં 3.07%નો ઘટાડો રહ્યો.
આવતીકાલથી ડૉ.અગ્રવાલના હેલ્થ કેરનો IPO ખુલશે ડૉ. અગ્રવાલ હેલ્થ કેર લિમિટેડનો ઈનિશિયલ પબ્લિક ઓફર એટલે કે IPO આવતીકાલ (29 જાન્યુઆરી)થી ખુલશે. રોકાણકારો આ ઈસ્યુ માટે 31 જાન્યુઆરી સુધી બિડ કરી શકશે. કંપનીના શેર 5 ફેબ્રુઆરીએ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટ થશે.
ગઈકાલે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો આ પહેલા ગઈકાલે એટલે કે 27 જાન્યુઆરીએ શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 824 પોઈન્ટના ઘટાડા સાથે 75,366 પર બંધ થયો હતો. તેમજ, નિફ્ટી પણ 263 પોઈન્ટ ઘટીને 22,829ના સ્તરે બંધ થયો હતો.