ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ટીપી વિસ્તારોના વિકાસમાં ઝડપ આવે તે માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ સમિતિની પ્રથમ બેઠકમાં પેથાપુર ડ્રાફ્ટ ટીપી 37ની હદ પરામર્શ કરવા અંગે રાજ્યના મુખ્ય નગરનિયોજકન
.
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા મુસદ્દારૂપ ટીપી- 37 પેથાપુરની હદ નિયત કરવા અંગે કવાયત તેજ બનાવાઇ છે. આ ડ્રાફ્ટ ટીપી હોવાથી અત્યારસુધી આ વિસ્તારમાં ડેવલપમેન્ટમાં ખાસ ઝડપ લાવી શકાઇ ન હતી. આ ટીપીમાં હજુ સુધી ફાઇનલ પ્લોટ ફાળવવામાં આવ્યા નથી. જેથી તેમાં વિકાસ કરવા માંગતા ડેવલપરોએ પહેલા તે જગ્યાના ફાઇનલ પ્લોટ માટે અરજી કરવી પડે છે. જેની પ્રક્રિયા બાદ ફાઇનલ પ્લોટ મળે તે પછી વિકાસ પરવાનગી આપવામાં આવે છે. જેના કારણે પ્રોજેક્ટમાં વિલંબ થાય છે.
એકતરફ પેથાપુર- રાંધેજા વિસ્તારમાં હાલ સૌથી વધુ ડેવલપમેન્ટ થઇ રહ્યું છે ત્યારે ટીપી-37 માટે નિયત કરાયેલા વિસ્તારમાં ટીપી નહીં હોવાથી વિકાસકારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે રસ્તા ખુલ્લા થયા નહીં હોવાથી પણ નવા ડેવલપમેન્ટમાં સમસ્યાઓ સર્જાઇ રહી છે.
ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન દિપ્તીબેન પટેલે કહ્યું કે શહેરના આ વિસ્તારમાં વિકાસ ઝડપથી થાય અને આંતરમાળખાકીય સુવિધાઓ વિકસે તે માટે કમિશનર તરફથી આવેલી દરખાસ્તને કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. હવે આ દરખાસ્ત મુખ્ય નગર નિયોજકને મોકલવામાં આવશે.
કોલવડા ટીપીમાં 58 ફાઇનલ પ્લોટમાં ફેરફાર કરાયો મહાનગરપાલિકા હસ્તકની કોલવડા ટીપી સ્કીમ નં. 15માં 58 જેટલા ફાઇનલ પ્લોટમાં ફેરફારની દરખાસ્તને ટાઉન પ્લાનિંગ કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. કમિટી ચેરમેન દિપ્તીબેન પટેલે કહ્યું કે આ ટીપીમાં કેટલાક કિસ્સામાં ઓરિજનલ પ્લોટથી ઘણા દૂર હતા. આ સિવાય રોડ પરના ઓરિજનલ પ્લોટ હોય તેવા અનેક ફાઈનલ પ્લોટ પણ મેઇન રોડથી દૂર હતા. આવા કિસ્સામાં ખેડૂતોને નુકસાન જાય તેવી રજૂઆત મળી હતી. જેના પગલે ટીપી-15માં ફાઇનલ પ્લોટમાં ફેરફાર કરવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે.
રાંધેજા રેલવે ફ્લાય ઓવરને જોડતા રસ્તા ખુલ્લા કરાશે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ક-7થી રાંધેજા જવાના રોડ પરના રેલવે ક્રોસિંગ પર ફ્લાય ઓવર બનાવવાનું કામ મંજૂર કરવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં આ કામગીરી હાથ ધરવામાં આવનાર છે ત્યારે ટીપી-37 ના હદ પરામર્શની પ્રક્રિયા પુરી થઇ ગયા બાદ આ વિસ્તારમાં રસ્તા ખોલવાની કામગીરી પણ ઝડપથી થશે. જેથી રેલવે ઓવરબ્રિજને જોડતાં નવા રસ્તા પણ ખુલશે. જેનાથી લોકોને અવરજવરમાં ઘણી રાહત મળશે.