19 મિનિટ પેહલા
- કૉપી લિંક
‘બિગ બોસ 17’માં વિકી જૈન અને અંકિતા લોખંડેને મળીને બાદ પાછા આવ્યા બાદ, વિક્કીની માતાએ તેની વહુ અંકિતા વિશે ઘણા નિવેદનો આપ્યા છે. તેના નિવેદનમાં સ્પષ્ટ દેખાતું હતું કે તે અંકિતાની વિરુદ્ધ હતી. અંકિતાના ફેન્સ વિકીની માતાને વિલન કહી રહ્યા છે ત્યારે હવે ટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઈ અંકિતાના સમર્થનમાં સામે આવી છે. તેણે વિકીની માતા રંજના માટે પોસ્ટ શેર કરી છે.
વિકી જૈનની માતા રંજના જૈન.
રશ્મિ દેસાઈને વિકીની માતા પર ગુસ્સો આવ્યો
રશ્મિએ અંકિતા માટે લખ્યું- તું જેવી છે તેવી જ રહેજે…તું જે છે, તે કારણે જ હું તને ખૂબ પ્રેમ કરું છું. તે તારી અંદર ઘણા બધા ફેરફારો કર્યા છે અને આ ફેરફારો ફક્ત તારા માટે નહિ પરંતુ તારા પ્રેમ માટે કર્યા છે. તમે જેને પ્રેમ કરો છો તેમનું યોગદાન તમારા માટે એટલું જ મહત્વનું છે. આ બધું તમે તમારી મહેનતથી કમાવ્યું છે. તમારે તમારા નિર્ભય સ્વભાવને હંમેશા આ રીતે જાળવી રાખવાનો છે. હું તને ખુબ જ પ્રેમ કરું છું.
રશ્મિએ રંજના જૈન માટે લખ્યું- હું જાણું છું કે આંટી તમને કદાચ ખરાબ લાગશે પણ બંને મારા મિત્રો છે. તે બિગ બોસનો એક ભાગ છે, તમે નહીં, તેથી કૃપા કરીને બહાર આવો અને બિગ બોસ રમશો નહીં.
અભિનેત્રી અંકિતા લોખંડે અને રશ્મિ દેસાઈ ખૂબ જ સારા મિત્રો છે.
રશ્મિએ બીજી પોસ્ટ પણ શેર કરી છે
રશ્મિએ રંજના જૈન માટે લખ્યું – માફ કરજો આંટી જી…પણ તે ક્યારેય આ શો કરવા માંગતી ન હતી. તેણે આ શો તેના પ્રેમ વિકી જૈન માટે કર્યો હતો. અને આંટી ખર્ચો ઉઠાવવાનો તમારો મતલબ શું છે?? બંનેના લવ મેરેજ છે અને તે પહેલા પણ તે રસ્તા પર નહોતી. તે અંકિતા લોખંડે છે. જો બિગ બોસ તમારા પુત્ર પર પૈસા રોકે છે, તો છોકરી પણ અમારા માટે શુદ્ધ સોનું છે. દરેક સંબંધમાં ઝઘડા થાય છે. દરેક પતિ-પત્ની વચ્ચે ઝઘડા થાય છે. તેના ઉપર, આ શો ખૂબ મુશ્કેલ છે. બે દિવસમાં તમારી આ હાલત છે. હું તમારો ખૂબ આદર કરું છું, હંમેશા કરીશ, પરંતુ અહીં તમે ખોટા છો.
પરિવારના સભ્યો વિકી-અંકિતાના લગ્નની વિરુદ્ધ હતા – રંજના જૈન
બિગ બોસ-17ના સ્પર્ધક વિકી જૈનની માતા રંજના જૈન ફરી એકવાર બિગ બોસના ઘરમાં પ્રવેશી હતી. ઘરની બહાર આવ્યા બાદ તેણે પુત્ર વિકી જૈન અને અંકિતા લોખંડેના લગ્નને લઈને મીડિયા સામે મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે વિકીએ આ લગ્ન કર્યા છે તેથી હવે તે પૂરા કરશે. અમારે તેની સાથે કોઈ લેવાદેવા નથી. આ બધું જોયા પછી પણ અમે કંઈ બોલતા નથી. જ્યારે વિકી આવશે, ત્યારે તે તેમના સંબંધોને ઠીક કરશે.