નવી દિલ્હી10 મિનિટ પેહલા
- કૉપી લિંક
Ax4 ક્રૂમાં અમેરિકાના કમાન્ડર પેગી વ્હિટસન, ભારતના મિશન પાયલટ શુભાંશુ શુક્લા, પોલેન્ડના મિશન નિષ્ણાતો સ્લાવોજ ઉઝનાન્સ્કી-વિઝનીવસ્કી અને હંગેરીના ટિબોર કાપુ.
ભારતીય વાયુસેના (IAF) અધિકારી શુભાંશુ શુક્લાને નાસાના એક્ઝિયમ મિશન 4 માટે પાઇલટ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ટૂંક સમયમાં તેઓ સ્પેસએક્સ ડ્રેગન અવકાશયાનને લઇને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જશે.
ISSમાં જનાર શુભાંશુ પ્રથમ ભારતીય હશે. આ મિશન 14 દિવસ સુધી ચાલશે. આ અંતર્ગત રિસર્ચ કરવામાં આવશે. શુભાંશુ ઈસરોના મિશન ગગનયાન માટે તાલીમ લઈ રહ્યા છે.
પેગી વ્હીટસન મિશનની કમાન સંભાળશે. શુભાંશુ પાઈલટ હશે. તેમની સાથે મિશન સ્પેશિયાલિસ્ટ સ્લાવોજ ઉઝનાન્સ્કી-વિશ્નીવસ્કી અને ટિબોર કાપુ એપ્રિલ અને જૂન 2025 વચ્ચે એક્ઝિયમ મિશન-4 પર જશે.

શુભાંશુનો જન્મ 10 ઓક્ટોબર 1985એ ઉત્તરપ્રદેશના લખનઉમાં થયો હતો.
મિશનમાં ભારત ઉપરાંત પોલેન્ડ-હંગેરીના અવકાશયાત્રીઓ પણ
કમાન્ડર પેગી વ્હીટસન- પેગીએ Ax-2 મિશનના કમાન્ડર તરીકે કામ કર્યું છે. પેગીએ નાસાના એક મિશનમાં 675 દિવસ કામ કર્યું છે. તે અમેરિકાની સૌથી અનુભવી અવકાશયાત્રી છે.
પાયલટ શુભાંશુ શુક્લા- શુભાંશુ ભારતીય વાયુસેનામાં પાયલટ છે. તેમની પસંદગી ઈસરોના ગગનયાન મિશન માટે કરવામાં આવી છે. અંતરિક્ષમાં આ ભારતનું પ્રથમ માનવસહિત મિશન છે.
મિશન સ્પેશિયાલિસ્ટ સ્લાવોજ ઉઝનાન્સ્કી-વિઝનીવસ્કી- પોલેન્ડના સ્લાવોજ CERNના એન્જિનિયર રહી ચૂક્યા છે. સ્લાવોજ યુરોપિયન સ્પેસ એજન્સીના અવકાશયાત્રી રિઝર્વ ક્લાસ ઓફ 2022ના સભ્ય છે.
મિશન સ્પેશિયાલિસ્ટ ટિબોર કાપુ- કાપુ હંગેરીના એક મિકેનિકલ એન્જિનિયર છે, જે અવકાશ રેડિયેશન સંરક્ષણમાં નિષ્ણાત છે. 2023માં તેમની પસંદગી HUNOR (હંગેરિયન-ટુ-ઓર્બિટ) માટે કરવામાં આવી હતી.

શુભાંશુ શુક્લા 38 વર્ષના છે. તેઓ એક ફાઈટર પાયલટ અને કોમ્બેટ લીડર છે.
શુભાંશુએ કહ્યું- હું અંતરિક્ષમાં યોગ કરીશ, તસવીરો લાવીશ
નામની જાહેરાતની સાથે જ નાસાએ એક્ઝિયમ મિશન 4 પર પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં પાયલટ શુભાંશુએ જણાવ્યું હતું કે આગામી મિશનમાં હું મારી સાથે થોડું ઇન્ડિયન ફૂડ લઈ જઈશ, જે હું મારા સહકર્મીઓને પણ ખવડાવીશ. હું અવકાશમાં યોગ પણ કરીશ. હું ત્યાંની તસવીરો લાવીશ, જેથી ભારતીયોને ગર્વ કરવાનો મોકો મળે.
14 દિવસ સુધી ISS પર રિસર્ચ કરશે AXM-4
ISS માટેનું પ્રથમ ખાનગી અવકાશયાત્રી મિશન, એક્ઝિયમ મિશન, 1 એપ્રિલ, 2022માં લોંચ કરાયું હતું, અને તે 17 દિવસ સુધી ઓર્બિટિંગ લેબમાં રહેશે. બીજું એક્ઝિયમ મિશન 2, મે 2023માં શરૂ કરાયું હતું. આ મિશને ISS પર આઠ દિવસ ગાળ્યા હતા. એક્ઝિયમ મિશન 3, જાન્યુઆરી 2024માં લોંચ કરાયું હતું. તેણે સ્ટેશન પર 18 દિવસ પસાર કર્યા હતા. એક્ઝિયમ મિશન 4 માટે 14 દિવસની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે.
હવે જાણો પાયલટ શુભાંશુ વિશે…
શુભાંશુનો જન્મ 10 ઓક્ટોબર 1985ના રોજ ઉત્તર પ્રદેશના લખનઉમાં થયો હતો. તેમની ઉંમર 38 વર્ષની છે. તે ફાઈટર પાયલટ અને કોમ્બેટ લીડર છે.