હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઈવે 48 પર GIDC નજીક એક ખોડખાંપણવાળો આખલો વરસાદી પાણીના નિકાલ માટેની લાઈનની બાજુના ઊંડા ખાડામાં પડી ગયો હતો. આ ઘટના ત્યાંથી પસાર થતા એક રાહદારીના ધ્યાનમાં આવતા તેમણે તુરંત જ જીવદયાપ્રેમી મિતુલ વ્યાસ અને કુમાર ભાટને જાણ કરી હતી
.
બંને જીવદયા પ્રેમીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. નેશનલ હાઈવે ઓથોરિટીના સેફ્ટી ઇન્ચાર્જ મહેન્દ્રસિંહ અને અન્ય અધિકારીઓને પણ જાણ કરવામાં આવી હતી. હિંમતનગર ફાયર બ્રિગેડની ટીમે JCB અને ક્રેનની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.
લગભગ એક કલાક સુધી ચાલેલી આ બચાવ કામગીરીમાં ફાયર બ્રિગેડના સ્ટાફ, જીવદયા પ્રેમીઓ અને સ્થાનિક લોકોની મદદથી આખલાને સહી સલામત બહાર કાઢવામાં સફળતા મળી હતી. હાલમાં ચાલી રહેલા હાઈવે વિસ્તૃતિકરણના કામને કારણે આ ખાડો ખોદવામાં આવ્યો હતો, જેમાં આખલો પડી ગયો હતો.