બોટાદમાં સરકારી અને ખાનગી આરોગ્ય સેવાઓ વચ્ચે વિવાદાસ્પદ સંબંધનો મામલો સામે આવ્યો છે. પાળીયાદ રોડ સ્થિત ન્યુ ડાયમંડ મેડિકલ સ્ટોર દ્વારા જારી કરવામાં આવતા દવાના બિલમાં સરકારી સોનાવાલા હોસ્પિટલના મેડિકલ ઓફિસરનો અનધિકૃત રેફરન્સ આપવામાં આવી રહ્યો હોવાનું
.
આ મામલો એક દર્દી દ્વારા દવાનું બિલ ચકાસતા પ્રકાશમાં આવ્યો છે. મેડિકલ એસોસિએશનના અધ્યક્ષ દક્ષેશ માણીયાએ સ્પષ્ટ કર્યું છે કે, કોઈપણ ખાનગી મેડિકલ સ્ટોર દ્વારા બિલમાં સરકારી હોસ્પિટલના ડૉક્ટરનું નામ લખવું ગેરકાયદેસર છે. નિયમ મુજબ, બિલમાં માત્ર દવા પ્રિસ્ક્રાઇબ કરનાર ડૉક્ટરનું જ નામ દર્શાવી શકાય છે.
સોનાવાલા હોસ્પિટલના રેસિડેન્ટ મેડિકલ ઓફિસર (RMO) રાકેશ અવસ્થીએ આ ગંભીર બાબતને લઈને તાત્કાલિક પગલાં લીધા છે. તેમણે સમગ્ર મામલાની વિસ્તૃત તપાસના આદેશ આપ્યા છે અને ખાતરી આપી છે કે, આ પ્રકરણમાં સંડોવાયેલા તમામ જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના સરકારી આરોગ્ય સેવાઓના દુરુપયોગ અને નૈતિક ધોરણોના ઉલ્લંઘનનો ગંભીર મામલો બની રહ્યો છે.