ગુજરાત ટાઇટન્સ દ્વારા ભરૂચના વડદલા ગામમાં આવેલી ક્વીન ઓફ એન્જલ સ્કૂલ ખાતે જુનિયર ટાઇટન્સ સીઝન-2 અંતર્ગત ‘લેટ્સ સ્પોર્ટ્સ આઉટ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 14 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે વિવિધ રમતોનું આયોજન કરાયું હતું, જેમ
.
કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં આઉટડોર રમતો પ્રત્યે રુચિ જગાવવાનો અને નાની ઉંમરથી જ ખેલદિલીની ભાવના કેળવવાનો હતો. વિદ્યાર્થીઓએ ક્રિકેટ અને ફૂટબોલની ડ્રીલ ઉપરાંત ફિટનેસ એક્સરસાઇઝ,બોલિંગ મશીન સામે બેટિંગ, સ્ટમ્પ્સ તાકવાની પ્રવૃત્તિ અને પેનલ્ટી કિક જેવી રોમાંચક ચેલેન્જમાં ભાગ લીધો હતો.
કાર્યક્રમની વિશેષ બાબત એ રહી કે બાળકોએ ગુજરાત ટાઇટન્સની IPL વિજેતા ટ્રોફી અને રનર્સ અપ ટ્રોફી સાથે ફોટો પડાવવાની તક મળી, જેમાં તેઓ ખૂબ ઉત્સાહિત જોવા મળ્યા. આયોજકોના જણાવ્યા મુજબ, જુનિયર ટાઇટન્સને ગુજરાતમાં હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે અને તેમનો મુખ્ય હેતુ માત્ર ક્રિકેટ નહીં,પરંતુ તમામ આઉટડોર રમતોમાં બાળકોની ભાગીદારી વધારવાનો છે. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે પોતાના બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.