અમદાવાદના મેમનગરમાં રહેતી પરિણીતાના ગુપ્ત ભાગના ફોટા અને વીડિયો પતિએ તેના ઇન્સ્ટાગ્રામમાં મૂકીને વાઇરલ કર્યા. પત્નીને મનમેળ ન આવતા પિયર જઈને છૂટાછેડા માંગતા લગ્ન સમયના ફોટા મૂકીને બિભત્સ લખાણ લખેલ પોસ્ટ મૂકી. જોકે, આ અંગે પત્નીને જાણ થતાં તેણે તુરંત
.
પત્નીને શરીરમાં એલર્જી થતા રોગી છે કહી ધૂત્કારી મેમનગરમાં 21 વર્ષીય યુવતી પરિવાર સાથે રહે છે અને કપડાની દુકાનમાં નોકરી કરે છે. જેમાં તેના લગ્ન એક વર્ષ પહેલા વડોદરાના યુવક સાથે થયા હતા. લગ્ન બાદ યુવતી સાસરીમાં રહેવા ગઇ હતી પરંતુ, લગ્નના છ મહિનામાં સાસરિયાઓ સાથે મનમેળ ન આવતા તે પિયરમાં રહેવા આવી ગઇ હતી. જોકે, તે સાસરીમાં હતી તે સમયે પત્નીનું ઇન્સ્ટાગ્રામ તેનો પતિ વાપરતો હતો. બાદમાં પત્નીને શરીરમાં એલર્જી થઇ જતા પતિએ ફોનમાં પત્નીને તું રોગી છે કહી ધૂત્કારી હતી. થોડા દિવસ બાદ ફરીથી વીડિયો કોલ કરતા પતિએ પૂછતા પત્નીએ તેને સારૂ થઇ ગયુ છે તેમ કહેતા પતિએ બતાવવાનું કહ્યું ને તે સમયે સ્ક્રિન રેકોર્ડિંગ કરી લીધુ.
પત્નીએ છૂટાછેડા માંગતા પતિએ બીભત્સ પોસ્ટ મૂકી બાદમાં પત્ની છુટાછેડા લેવા હોવાથી તે સાસરીમાં ગઇ ન હતી. બાદમાં પતિએ કોલ કરીને તું છુટાછેડા લઇશ તો તારા ન્યૂડ ફોટા અને વીડિયો વાઇરલ કરીને બદનામ કરીશ એવી ધમકી આપી હતી. જેથી, પત્નીએ પતિને બ્લોક કર્યો હતો. ગત 5 જાન્યુઆરીએ સંબંધીઓ દ્વારા પત્નીને જાણ થઇ હતી કે, પતિએ પત્નીના ઇન્સ્ટાગ્રામમાં ગુપ્તભાગના ફોટા અને વીડિયો તેમજ લગ્ન સમયના ફોટા મૂકીને બિભત્સ લખાણ લખેલ પોસ્ટ મૂકી હતી. આ અંગે પત્નીએ પતિ સામે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.