43 મિનિટ પેહલા
- કૉપી લિંક
નાણામંત્રીએ રજૂ કરેલું કેન્દ્રીય બજેટમાં ઈન્કમટેક્સ સ્લેબમાં મોટા ફેરફારોની જાહેરાતના પગલે ભારતીય શેરબજારમાં ભારે બે તરફી અફડાતફડીના અંતે ફ્લેટ બંધ રહ્યા હતા. એફએમસીજી, રિયાલ્ટી, ઓટોમાં આકર્ષક ખરીદી જોવા મળી હતી, જ્યારે પાવર, મેટલ, કેપિટલ ગુડ્સ, એનર્જી, પીએસયુ શેરોમાં કડાકો નોંધાયો હતો. માર્કેટમાં એકંદરે ઘટાડાના માહોલ વચ્ચે રોકાણકારોની મૂડી અંદાજીત 26 હજાર કરોડ ઘટી હતી. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.49% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.28% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર રિયલ્ટી, એફએમસીજી, કન્ઝ્યુમર ડિસ્ક્રીશનરી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓટો, સર્વિસસ, ટેલિકોમ્યુનિકેશન અને હેલ્થકેર શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4037 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1829 અને વધનારની સંખ્યા 2081 રહી હતી, 127 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 6 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 9 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ઝોમેટો લિ. 7.17%, મારુતિ સુઝુકી 4.98%, આઈટીસી હોટેલ્સ 4.71%, આઈટીસી લી. 3.33%, મહિન્દ્રા & મહિન્દ્રા 2.96%, એશિયન પેઈન્ટ 2.16%, ટાઈટન કંપની 1.81%, ઇન્ડસઇન્ડ બેન્ક 1.76%, બજાજ ફાઈનાન્સ 1.47%, હિન્દુસ્તાન યૂનિલિવર 1.45%, એકસિસ બેન્ક 1.24% અને બજાજ ફિનસર્વ 0.98% વધ્યા હતા, જયારે પાવર ગ્રીડ કોર્પોરેશન 3.71%, લાર્સન એન્ડ ટુબ્રો 3.36%, એનટીપીસી લી. 2.04%, અલ્ટ્રાટેક સિમેન્ટ 2.03%, એચસીએલ ટેકનોલોજી 1.87%, ટેક મહિન્દ્ર 1.71%, ઇન્ફોસિસ લી. 1.50%, અદાણી પોર્ટ 1.47%, ટાટા સ્ટીલ 1.26%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા 0.91%, ટીસીએસ લી. 0.86%, એચડીએફસી બેન્ક 0.55% અને 0.26% ઘટ્યા હતા.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ… ⦁ નિફ્ટી ફ્યુચર બંધ :- ( 23555 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 23373 પોઈન્ટના પ્રથમ અને 23303 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 23606 પોઈન્ટ થી 23737 પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં 23808 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!! ⦁ બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ… ⦁ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 49768 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 49474 પોઈન્ટ પ્રથમ અને 49303 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 49909 પોઈન્ટ થી 50088 પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં 50188 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!! ⦁ ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ ⦁ ઈન્ફોસિસ લિ. ( 1873 ) :- ઈન્ફોસિસ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1844 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1828 ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1888 થી રૂ.1895 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.1904 ઉપર તેજી તરફી ધ્યાન…!! ⦁ ઓબેરોય રિયલ્ટી ( 1824 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1787 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1773 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1844 થી રૂ.1850 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!! ⦁ કોટક મહિન્દ્ર બેન્ક ( 1915 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.1938 આસપાસ વેચવાલી થકી રૂ.1898 થી રૂ.1880 ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1950 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!! ⦁ એચસીએલ ટેક્નોલોજી ( 1698 ) :- રૂ.1737 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1744 ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.1680 થી રૂ.1663 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1750 ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
બજારની ભાવિ દિશા….
મિત્રો, દેશના નાણામંત્રીશ્રી નિર્મલા સીતારમણ દ્વારા સતત આઠમી વખત બજેટ રજૂ કરીને ઈતિહાસ રચી દીધો હતો. આ બજેટ ગરીબો માટે, યુવાનોની રોજગારીની તકો ઊભી કરવા, કૃષિ ક્ષેત્રે અને નારી સશક્તિકરણ પર કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ઉપરાંત, ઈન્સ્યોરન્સ, ફાર્મા, હેલ્થકેર, એજ્યુકેશન, ઈન્ફ્રાસ્ટ્રકચર, ટુરિઝમ, પોર્ટ કનેક્ટીવીટી, ઉડાન, ઈન્વેસ્ટમેન્ટ અને નિકાસ પર પણ મહત્તમ સુધારા જાહેર કરવામાં આવ્યા હતા.
બજેટમાં બિહાર પર અનેક યોજનાઓ જાહેર કરવામાં આવી. જેમાં બિહારમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટની સુવિધા આપવાની જાહેરાત કરાઈ છે. પટણા એરપોર્ટને પણ વિકસિત કરાશે. આ સાથે મિથિલાંચલમાં સિંચાઈ યોજના ઊભી કરવામાં આવશે. આ પહેલા અહીં મખાના ઉદ્યોગ માટે બોર્ડની રચના કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. વીમા ક્ષેત્રમાં 100% એફડીઆઈની જાહેરાત કરવામાં આવી હતી. જેના પગલે વીમા ક્ષેત્રમાં સ્પર્ધા વધશે, ગ્રાહકોને વધુ વિકલ્પો મળશે, વિદેશી કંપનીઓ દ્વારા રોકાણ વધશે, પ્રીમિયમ સસ્તું થઇ શકે છે તેમજ વધુ સારું કવરેજ મળી રહેશે.
આ ઉપરાંત પર્સનલ ટેક્સમાં મિડલ ક્લાસને ધ્યાનમાં રાખીને ખૂબ સારો બેનિફિટ જાહેર કરવામાં આવ્યો. જેમાં ખાસ કરીને 12 લાખ રૂપિયા સુધીની આવકને કરમુક્ત કરવાની જાહેરાત કરીને નાણામંત્રીશ્રીએ સૌને ચોંકાવી દીધા હતા. આ નિર્ણયનો ખાસ લાભ દેશના મધ્યમવર્ગ અને નોકરિયાત વર્ગને થશે. આ સાથે ખેડૂતો, શિક્ષણ, મત્સ્ય ઉદ્યોગ, ઈલેક્ટ્રોનિક ક્ષેત્ર માટે પણ ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી હતી. જેમાં દેશના ગ્રોથનું મહત્ત્વનું એન્જિન એમએસએમઈ માટે ખાસ જાહેરાતો કરવામાં આવી છે ત્યારે હવે નાણાકીય વર્ષ 2025-26નું કેન્દ્રીય બજેટ હાલના પડકારોને પૂરતા પ્રતિસાદ આપનારું બની રહેશે કે કેમ તે જોવાનું રહ્યું.