કેન્દ્ર સરકારનું સામાન્ય અંદાજપત્ર રજૂ થતાં તેને લઇ મિશ્ર પ્રતિભાવો સામે આવી રહ્યા છે ત્યારે વર્તમાન નાણાંમંત્રીનું અા પ્રથમ સારુ અને મધ્યમ વર્ગને રાહત આપનારૂં છે અને પાછલા દશકા ઉપરાંતના સમયગાળામાં સારૂ કહીં શકાય તેવું બજેટ હોવાની ટિપ્પણી સમીક્ષકો દ્
.
બાગાયત ખેતીને પ્રોત્સાહન મળશે, એકંદરે સમતોલ બજેટ
વડાપ્રધાને બજેટમાં લક્ષ્મી કૃપા થશે એવું અગાઉથી કહ્યું હતું તે મુજબ મધ્યમવર્ગ માટે કૃપા થઈ છે. આવક વેરામાં છેલ્લા 11 વર્ષથી ઓછો લાભ મળી રહ્યો હતો આ વખતે અપેક્ષા કરતાં સારો છે. લોકોના ઉપયોગ માટેની ચામડા, ઇલેકટ્રીક બેટરી જેવી વસ્તુઓ સસ્તી થશે. અનુસૂચિત જાતિની મહિલાઓને ઉદ્યોગ શરૂ કરવા માટે વ્યાજ વગરની લોન આપવાનું નક્કી કરાયું છે જેનાથી મહિલાઓ પ્રોત્સાહિત થશે. ઉત્તર ગુજરાત જેવા એગ્રો બેઝ વિસ્તારોમાં બજેટના સારા ફાયદા થશે. સરકારે ફૂડ પ્રોસેસિંગને મહત્વ આપ્યું છે. ખેતીમાં કઠોળ તેલ દાળ બાગાયતી પાકો માટે ખાસ મિશન બનાવીને બજેટ વધાર્યું છે તેનો સીધો ફાયદો ખેડૂતોને થશે. બાગાયતમાં સ્ટોરેજ સુવિધા, લોન તેમજ એર કાર્ગો જેવી સુવિધા મળવાની હોવાથી બાગાયત ખેતીને પ્રોત્સાહન મળશે. પોલિટિકલ તમામ ક્ષેત્રમાં એકંદરે સમતોલ બજેટ સરકાર દ્વારા આપવામાં આવે છે.> ડો. સી.ડી.મોદી, નિવૃત્ત પ્રિન્સિપાલ કોમર્સ કોલેજ અને અર્થશાસ્ત્રી
મોબાઇલ બજારમાં બજેટ પછી મોબાઇલ સસ્તા થશે તેવી ચર્ચા
પાટણના મોબાઇલ બજારમાં બજેટ પછી મોબાઇલ સસ્તા થશે તેવી ચર્ચા શરુ થઇ છે.જોકે, હાલ તરત અસર નહીં થાય પણ બેટરીની ડ્યૂટી ઘટાડવામાં અાવી હોવાથી મોબાઇલ ફોનની કિંમતો અોછી થશે.જોકે કેટલી અોછી થશે તે અાગળ ખબર પડશે.> વિનોદભાઇ પટેલ, વેપારી
મહિલાઅો માટે રાહતદરે અૌધોગિક જગ્યા અાપવી જરૂરી
મહિલાઓને ગેરન્ટી વગરની લોનની જાહેરાત કરાઇ છે તે આવકાર્ય છે, પણ તેની યોગ્ય રિકવરી પણ એટલી જ જરૂરી છે. મહિલાઓ માટે સાહસ વૃત્તિ ખીલવવા પ્રયાસ કરાયો છે પણ સ્વરોજગાર કે નાના ઉદ્યોગ એકમ માટે, રાહત દરે જગ્યાની ફાળવણી જે તે સ્થાનિક સરકાર કરી આપે તો જ મહિલાઓ સાહસ કરી શકશે. ટેક્સમાં રાહત ખૂબ સારી આપી છે. ગૃહ ઉદ્યોગ માટે મહિલાઓને ઘણી બધી સારી તક મળે તેવી આશા રાખી શકાય. ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં મહિલા ઉદ્યોગની ચીજ વસ્તુઓ માટે યોગ્ય બજાર મળે તે પાયાની જરૂરિયાત છે.> સંધ્યાબેન પ્રધાન, એડવોકેટ
હીરા ઉદ્યોગ જેવા મંદીમાં સપડાયેલા વ્યવસાયને મદદની જરૂર હતી
સરકારે ટેક્સમાં રાહત આપી છે જેનો ફાયદો લોકોને મળશે. અત્યાર સુધી ઉદ્યોગોને લાભ મળતો હતો પરંતુ આ વખતે મધ્યમ વર્ગની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી છે જેના કારણે રોજગારી વધશે, મોંઘવારી અને ફુગાવાનો દર નીચે આવશે. કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધારાથી તેમજ ધન ધાન્ય યોજનાથી વધુ લાભ ખેડૂતોને મળશે. ઉદ્યોગોને કાચો માલ સરળતાથી મળી રહેશે. પાટણ સહિત ઉત્તર ગુજરાત અને રાજ્યના વિવિધ વિસ્તારોમાં હીરા ઉદ્યોગ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે પરંતુ તેને કોઈ સપોર્ટ દેખાતો નથી જે કરવું જોઈતું હતું. નાણામંત્રીના અગાઉના સાત બજેટ કરતાં સારું છે.> ડોે.લીલાબેન સ્વામી, મહિલા અગ્રણી અને અર્થશાસ્ત્રના નિષ્ણાત