વડોદરા,વડોદરા મ્યુનિ. કોર્પોરેશનના વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં સફાઇ ચાર્જમાં સૂચિત ૫૦ કરોડનો વધારો કરાયો તેનો વિરોધ સામાજિક કાર્યકરે અનોખી રીતે કર્યો હતો.
માથા પર અને શરીર પર સાવરણા, સૂપડી અને કચરાની થેલીઓ બાંધીને કોર્પોરેશનની ઓફિસે પહોંચી સામાજિક કાર્યકરે વિરોધ દર્શાવી આવેદનપત્ર આપી આંદોલનની ચીમકી આપી છે. તેમણે જણાવ્યું હતું કે શહેરમાં સફાઇનો અભવા છે. નાની સાંકડી શેરી ગલીઓમાં સફાઇ થતી નથી. મુખ્ય રોડ રસ્તા પર જ સફાઇ થાય છે. સોસાયટીઓમાં સફાઇ થતી ન હોવાથી સોસાયટીના લોકો સોસાયટીના ફંડ વાપરી સફાઇ કરાવે છે. વડોદરામાં નેતાઓ આવે ત્યારે તજ વિસ્તારમાં સફાઇ કરવામાં આવે છે. નેતા ગયા પછી સફાઇ પ્રત્યે ધ્યાન આપવામાં આવતું નથી. રાત્રી સફાઇની પણ પોકળ વાતો છતી થઇ છે.
શહેરમાં અનેક જગ્યાએ ડસ્ટબીન લગાવ્યા તે પણ ગુમ થઇ ગયા છે. વડોદરા સફાઇની બાબતે પાછળ થઇ ગયું છે. સ્વચ્છતાના નામે ગેરરીતિ થાય છે. અને જવાબદારો સામે પગલાં લેવાને બદલે વેરો ઝીંકવામાં આવે છે. ઇ-રિક્ષાઓ ભંગાર થઇ ગઇ છે હજી ં બીજી ઇ-રિક્ષા ખરીદવામાં આવનાર છે.