લાલદરવાજા સ્થિત વસંત ચોક ખાતે આજે રવિવાર, તા. 2 ફેબ્રુઆરી 2025ના રોજ મરાઠી એકત્રીકરણ પરિવાર દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાની પરંપરાગત આરતીથી કરવામાં આવી હતી.
.
આ પછી મહિલાઓ માટે હળદી-કંકુનો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં 300થી વધુ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મકરસંક્રાંતિ પછી યોજાતા આ પરંપરાગત કાર્યક્રમમાં મહિલાઓએ એકબીજાને તલ-ગોળની ચીકી ખવડાવી અને હળદી-કંકુ લગાવી સૌભાગ્યવતીનું તિલક કર્યું હતું.
કાર્યક્રમના અંતે, આગામી 19 ફેબ્રુઆરી 2025ના રોજ શિવાજી જયંતી નિમિત્તે ટોકિયો ખાતે સ્થાપિત થનાર છત્રપતિ શિવાજી મહારાજની નવી પ્રતિમા અંગેના કાર્યક્રમની વિસ્તૃત રૂપરેખા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે મરાઠી સમાજની સાંસ્કૃતિક પરંપરાઓને જાળવી રાખવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.