દાહોદની મહિલા પાવરલિફ્ટર તબસ્સુમ મોહંમદ હનીફે રાજકોટમાં યોજાયેલી ગુજરાત કેસરી યોદ્ધા પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025માં શાનદાર પ્રદર્શન કરી સિનિયર મહિલા વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
.
26 જાન્યુઆરીના રોજ યોજાયેલી આ સ્પર્ધામાં તબસ્સુમે પાવરલિફ્ટિંગ અને ડેડલિફ્ટ બંને ઇવેન્ટ્સમાં ભાગ લીધો હતો. તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે તેમને પ્રતિષ્ઠિત ‘ચેમ્પિયન ઓફ ચેમ્પિયન્સ’ ટ્રોફીથી પણ નવાજવામાં આવ્યા હતા.
તબસ્સુમ હાલમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે સખત મહેનત કરી રહ્યા છે. તેમની આ સિદ્ધિથી માત્ર દાહોદનું જ નહીં, પરંતુ સમગ્ર સમાજનું નામ રોશન થયું છે. તેમની આ જીત મહિલા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની રહી છે અને યુવા પેઢી માટે એક ઉદાહરણ બની રહી છે.