અમદાવાદ, રવિવાર
નારોલમાં રહેતી મહિલાને ઈન્સ્ટાગ્રામ મારફતે વડોદરાના યુવક સાથે મિત્રતા થઈ હતી. ત્યારબાદ મહિલાને મળીને તું મારી નહી થાય તો કોઇની થવા નહી દઉ કહીને રૃા. ૭૦ હજારની માંગણી કરી હતી તેમજ મહિલાએ પોસ્ટ કરેલા વિડીયો અને ફોટા મેળવી લઈને મોર્ફ કરીને નીચે રૃા. ૫૦૦ લખીને વાઇરલ કરી લગ્ન તોડાવી નાખવા તથા સમાજમાં બદનામ કરવાની તથા પતિને મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે નારોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
યુવકે પોતાના હાથ, શરીર ઉપર બ્લેડ મારીને ફોટા મહિલાને મોકલી ઈન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરીને બદનામ કરી લગ્ન જીવન બગાડવાની ધમકી આપી
નારોલમાં રહેતી અને ઘરકામ કરતી મહિલાએ નારોલ પોલીસ સ્ટેશનમાં વડોદરાના યુવક સામે ફરિયાદ નોેધાવી છે કે મહિલા તેના પતિ સહિતના પરિવાર સાથે રહે છે મહિલાને ઈન્સ્ટાગ્રામ ઉપર રીલ્સ બનાવવાનો શોખ હોવાથી તે અવાર નવાર રીલ્સ બનાવીને પોસ્ટ કરતી હતી. ત્યારે ૨૦૨૨માં આરોપી યુવકે રીકવેસ્ટ આવી હતી જે મહિલાએ એક્સેપ્ટ કરતા બન્ને વચ્ચે મિત્રતા થઈ હતી થોડા સમય બાદ યુવકે પોતાના હાથ તથા શરીર પર બ્લેના લીટા મારીને મહિલાને મોકલ્યા હતા અને ઈન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ પણ કરી હતી.
મહિલાનું સરનામું મેળવીને અમદાવાદ આવીને મહિલાન ેમળીને બ્લેકમેલ કરવા લાગ્યો હતો કે અને રૃા.૭૦ હજાર માગીને નહીં આપે તો, તારા છુટાછેડા કરાવી દઈશ કહેતા મહિલાએ તેના પતિને જાણ કરતા પતિએ તેની સાથે વાત કરી ત્યારે તેણે ધમકી આપી હતી કે, તારી પત્નીને બદનામ કરી નાખીશ અને ફોટાઓ વહેતા કરી દઈશ અને તમારુ લગ્ન જીવન પણ બગાડી દઇશ ત્યારબાદ મહિલાના પતિનું ફેક એકાઉન્ટ બનાવીને મહિલાના મોર્ફ કરેલા ફોટા વાયરલ કર્યા હતા અને મહિલાને તું મારી નહીં થાય તો તને કોઈની નહીં રહેવા દઉં તેવી ધમકી આપતો હતો.