24 મિનિટ પેહલા
- કૉપી લિંક
કેજરીવાલે ચૂંટણી પંચની સરખામણી કુંભકરણ સાથે કરી
દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે ચૂંટણી પંચની સરખામણી કુંભકરણ સાથે કરી છે. તેમણે X પોસ્ટમાં લખ્યું, ‘રામાયણમાં લખ્યું છે કે કુંભકરણ 6 મહિના સુધી સૂતો હતો અને પછી 6 મહિના સુધી જાગતો હતો. કદાચ ચૂંટણી પંચ તો જાગતું જ નથી. તેમની આ ટિપ્પણી AAPની પ્રચાર વેન પર થયેલા હુમલા પર આવી છે.
ખરેખરમાં, રવિવારે બપોરે નવી દિલ્હી વિધાનસભા ક્ષેત્રમાં AAPની પ્રચાર વેન પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો. આ પછી AAPએ ભાજપ પર હુમલાનો આરોપ લગાવ્યો. AAPએ હુમલાનો વીડિયો પણ જાહેર કર્યો છે.
AAP પ્રવક્તા પ્રિયંકા કક્કરે દાવો કર્યો હતો કે આ વીડિયોમાં રોહિત ત્યાગી અને શાંકી નામના બે હુમલાખોરો એ જ છે જેમણે 18 જાન્યુઆરીએ અરવિંદ કેજરીવાલની ગાડી પર પથ્થરમારે કરીને હુમલો કર્યો હતો.
AAP નેતા જસ્મીન શાહે કહ્યું- વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ભાજપના ગુંડાઓએ પોલીસની હાજરીમાં હુમલો કર્યો. જ્યારે તોડફોડ કરી દેવામાં આવે છે, ત્યારે પોલીસકર્મી ગુંડાઓને કહે છે- હવે જાઓ, તમારું કામ થઈ ગયું.
AAP દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં પ્રથમ હુમલાખોરને રોહિત ત્યાગી તરીકે દર્શાવવામાં આવ્યો હતો.