ગતરોજ વસંતપંચમી નાનીચંદુર ખાતે લોહાણા જ્ઞાતિની પેટાનુખ પૂજારા પરિવારનો 30મો પાટોત્સવ યોજાયો હતો. જેમાં ગુજરાતના જુદા જુદા શહેરોમાંથી પૂજારા પરિવારના સદસ્યો આગળની રાત્રિએ જ ચંદુર પૂજારા પરિવાર પવિત્રધામ ખાતે પહોંચ્યા હતા, વહેલી સવારે 5.30 કલાકે મંગળાઆ
.
ત્યાર બાદ ગાંધીનગરના નવીનભાઈ ડી.ઠકકરના યજમાનપદે યજ્ઞવિધી થઈ હતી. ભોજન પ્રસાદના દાતા તરીકે લોલાડા વાસી વર્ધીલાલ હરગોવનદાસ પરિવારે લહાવો લીધો હતો. ત્યાર બાદ વિવિધ ધજા આરોહણ કરાયું હતું, પરિવારની દીકરીઓએ દાદાની સન્મુખ રાસ રમી હતી, આ પ્રસંગે વઢિયાર પરગણા લોહાણા મહાજન દ્વારા બનેલા ગ્રંથ “વઢિયારની અસ્મિતાના વાહક લોહાણા ગ્રંથ” પણ સંસ્થાને અર્પણ કરાયો હતો.
મંદિર નવીનીકરણ માટે પરિવારના સદસ્યો ઉદાર હાથે દાન પણ આપતા હતા. દાનની પહોંચ બનાવતી વખતે દિવ્યભાસ્કર દ્વારા અપાયેલ એક બેગ પણ દર્શનાર્થીને આપવામાં આવી હતી. ગતવર્ષે જ નવનિયુક્ત થયેલ પ્રમુખ હિતેશ ઠક્કર અને એમની ટીમની કામગીરી તમામ પૂજારા પરિવાર સહિત પરિવારના વડીલોએ ખૂબ સરાહના કરી હતી. પાંચ મહિનાના ટૂંકાગાળામાં જે રીતે મંદિરનું નવીનીકરણ અને પરિવારને જોડવા માટે પ્રમુખની મથામણ કામ કરવાની, કરાવવાની રીત અને ઝડપથી સમાજના વડીલો આત્મારામભાઈ, ભગવાનભાઈ, ભૂદર ભાઈ વગેરે ખૂબ પ્રભાવિત થયા હતા.