વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં રહેતા જાણીતા ઉદ્યોગપતિ યતિન સંજયભાઈ ગુપ્તેને અજાણી વ્યક્તિ દ્વારા કંપનીના સંચાલક પદેથી રાજીનામું આપવા માટે અને જો રાજીનામું નહીં આપે તો તેમને પરિવાર સહિત પતાવી દેવાની ધમકી આપતા ઇ-મેઇલ મોકલવામાં આવતા ચકચાર મચી છે. જેને પ
.
મને મારા પર્સનલ ઇ-મેઇલ એડ્રેસ પર મેઇલ મોકલ્યો હતો વડોદરા શહેરના ભાયલીમાં રાઇપુરા રોડ પર આવેલા બંગલોમાં રહેતા 46 વર્ષીય યતિન સંજય ગુપ્તેએ વડોદરા સાયબર ક્રાઇમ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, હું આજવા રોડ પર આવેલી મારી કંપની વોર્ડવિઝાર્ડ મોબિલિટી કંપનીમાં ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પદે કંપનીનું કામકાજ સંભાળું છું. ગત 25 જાન્યુઆરીએ હું કંપનીમાં હાજર હતો તે સમયે મને મારા પર્સનલ ઇ-મેઇલ એડ્રેસ પર તે જ મેઇલ એડ્રેસથી તેમજ અમારી ઓફિસના બીજા એક મેઇલ એડ્રેસ પર પણ તેજ ઇ-મેઇલ એડ્રેસથી ઇ-મેઇલ મોકલવામાં આવ્યો હતો.
યતિન ગુપ્તે વોર્ડવિઝાર્ડ મોબિલિટી કંપનીના ચેરમન
‘ધીસ ઇસ નોટ અ જોક, ટેક ઇટ સિરિયસલી’ આ ઇ-મેઇલમાં જણાવ્યું હતું કે, ‘આઇ વિલ ડિસ્ટ્રોય યતિન એન્ડ હિઝ ફેમિલી વેરી સૂન ઇફ હી ડિડન્ટ રિઝાઇન ફ્રોમ પોઝિશન ઓફ ચેરમેન, આસ્ક હિમ ટુ રિઝાઇન આઇ કિલ હિમ, આઇ ઓલરેડી સ્ટાર્ટેડ માય પ્લાન, ફોર ડેમો યુ કેન સી કરંટ સિચ્યુએશન ઓફ યોર કંપની, આસ્ક હિમ ટુ રિઝાઇન અધરવાઇઝ હી વિલ ફેસ મોર પ્રોબ્લેમ, નો વન કેન સેવ હિમ, ધીસ ઇસ નોટ અ જોક, ટેક ઇટ સિરિયસલી’.
27 જાન્યુઆરીએ ફરી ધમકીભર્યો ઇ-મેઇલ મળ્યો આ ઇ-મેઇલને ફેક સમજીને ઉદ્યોગપતિ યતિન ગુપ્તેએ તેની કોઈ નોંધ લીધી નહીં. જોકે, ત્યાર બાદ 27 જાન્યુઆરીના બપોરે અઢી વાગ્યાની આસપાસ તેઓ કંપનીમાં હાજર હતા. તે સમયે ફરીથી તેમના બીજા ઈ-મેઈલ એડ્રેસ પર તેજ ઈ મેઈલ એડ્રેસ પર ફરીથી પહેલાં આવેલો તેજ ધમકીભર્યો ઈ-મેઈલ મોકલામાં આવ્યો હતો. આ અંગે પ્રાથમિક તપાસ માટે તેમણે શહેર પોલીસ કમિશનર કચેરીમાં રજૂઆત કરી હતી. જેમાં બીજી વખત ધમકભર્યા ઈ-મેઈલ આવતા તેમણે ધમકીભર્યા મેસેજ મોકલનાર અજાણી વ્યકિત વિરુધ્ધ શહેર સાયબર ક્રાઈમ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહરનાં આજવા રોડ પર આવેલી વોર્ડવિઝાર્ડ મોબિલિટી કંપની
યતિન ગુપ્તે વોર્ડવિઝાર્ડ કંપનીના ચેરમેન યતિન ગુપ્તે વડોદરા શહરનાં આજવા રોડ પર વોર્ડવિઝાર્ડ મોબિલિટી કંપનીના ચેરમન અને મેનેજિંગ ડિરેકટર છે અને તેમની કંપની દ્વારા ઈલેકટ્રીક વાહનોનું ઉત્પાદન કરવામાં આવે છે. તેમને પોતાના જ પર્સનલ અને કંપનીના ઈ-મેઈલ એડ્રેસ પર ધમકીભર્યા ઈ-ઈમેલ મોકલવામાં આવ્યા છે. જેને સ્પુફ ઈ-મેઈલ તરીકે ઓળખવામાં આવે છે.
અગાઉ પણ ધમકીભર્યા ઇ-મેઇલ મળતા પોલીસ દોડતી થઈ હતી વડોદરા શહેરના છેવાડે આવેલી નવરચના યુનિવર્સિટી અને તેને સંગલગ્ન બે સ્કૂલમાં તાજેતરમાં જ બોમ્બ બ્લાસ્ટ કરવાનો ધમકી ઇ-મેઈલ મળ્યો હતો. ત્યાર બાદ વડોદરા શહેરની ખાનગી હોટલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈ-મેઈલ મળ્યો હતો અને વડોદરા શહેરના જાણીતા ઉદ્યોગપતિને જયંતિ મારીના કોઈ ધમકી આપતો ઈ-મેઈલ મળતા વડોદરા પોલીસ દોડતી થઈ ગઈ છે.