Stones Thrown At Police in Ahmedabad: અમદાવાદમાં પોલીસ પર પથ્થર ઘટનાએ સમગ્ર પોલીસ તંત્રમં હાહાકાર મચાવી દીધો છે. શહેરના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં મોડી રાત્રે ડીજે બંધ કરાવવા ગયેલી પોલીસની ટીમ પર કેટલાક અજાણ્યા લોકોએ પથ્થરો ફેંક્યા હતા. આ ઘટનાને લઈને પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
અજાણ્યા લોકોએ પોલીસના જવાનને લાફો માર્યો
મળતી માહિતી અનુસાર, ગુલબાઈ ટેકરા વિસ્તારના લગ્ન પ્રસંગમાં મોડી રાત સુધી ડીજે વાગી રહ્યું હતું. આ અંગેની માહિતી પોલીસને મળી હતી. ઘટનાસ્થળે પહોંચેલા પોલીસકર્મીઓએ ન્યૂસન્સ ફેલાવવા માટે ના પાડી હતી. ત્યારે અજાણ્યા લોકોએ પોલીસના જવાનને લાફો માર્યો હતો. જે બાદ તમામ લોકોએ પોલીસ પર પથ્થર માર્યો કર્યો હતો. આ ઘટનાએ ઉગ્ર રૂપ ધારણ કરતા આસપાસના પોલીસ સ્ટેશનનો સ્ટાફ બોલાવવો પડ્યો હતો.
આ પણ વાંચો: કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું નિધન, ઘણાં સમયથી હતા બીમાર
પોલીસના જણાવ્યાનુસાર, હાલ આ વિસ્તારમાં શાંતિ છે, ઘટનામાં કોઇ પોલીસ ઈજાગ્રસ્ત નથી. ઘટનાને લઇ રાયટિંગની ફરિયાદ નોંધવામાં આવશે. જે બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવશે.