જૂનાગઢના પ્રસિદ્ધ ગિરનાર પર્વત પર તીવ્ર પવનને કારણે સતત બીજા દિવસે રોપ-વે સેવા બંધ રાખવામાં આવી છે. પર્વતના શિખર પર 60-70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઉષા બ્રેકો દ્વારા આ નિર્ણય લેવામ
.
જૂનાગઢનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર એવા ગિરનાર પર્વત પર રોજના હજારો યાત્રાળુઓ અને પ્રવાસીઓ મુલાકાત લે છે. પર્વત પર સ્થિત જૈન દેરાસર, અંબાજી મંદિર અને ભગવાન દત્તાત્રેયના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો આવતા હોય છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જૂનાગઢ શહેરમાં તાપમાનમાં અણધારી અને અસામાન્ય વધઘટ થઈ રહી છે.
સત્તાવાળાઓએ જણાવ્યું છે કે, વાતાવરણ અનુકૂળ થયા બાદ અને પવનની ગતિ સામાન્ય થયા પછી રોપ-વે સેવા ફરીથી શરૂ કરવામાં આવશે. રોપ-વે સેવાની શરૂઆતથી જ આ સ્થળ પ્રવાસીઓ માટે વધુ સુલભ બન્યું છે, પરંતુ હાલ સલામતીના કારણોસર સેવા બંધ રાખવામાં આવી છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.