સોનગઢ નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે ભરાયેલાં 76 ફોર્મ ભરાયા હતા. જે પૈકી કેટલાક ફોર્મ રદ અને ઉમેદવારી પરત ખેંચાતા હવે 52 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. સોનગઢ નગરપાલિકાની પાંચ બેઠક પર ભાજપે બિનહરીફ કબજો જમાવ્યો છે. ફોર્મ ચકાસણી દરમિયાન કોંગ્રેસના 5 અને આપના
.
સોનગઢ નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠકો પૈકી 5 બેઠકો બિનહરીફ જાહેર થતાં આગામી ચૂંટણી હવે રસપ્રદ બની રહેશે. જેમાં વોર્ડ નં 1 માંથી ભાજપના શિવાની રિકેશકુમાર રાણા બિનહરીફ. વોર્ડ નં 4 માંથી ભાજપના કિશોર ચૌધરી બિનહરીફ. વોર્ડ નં 5 માંથી ભાજપના પ્રકાશ માળી બિનહરીફ. વોર્ડ નં 6 માંથી ભાજપના રુક્સાનાબી પ્યારેભાઈ મન્સૂરી બિનહરીફ. વોર્ડ નં 6 માંથી ભાજપના મોસીનભાઈ કુરેશી બિનહરીફ ચૂંટાયા છે. કોંગ્રેસના 28 માંથી 18 ઉમેદવારો હવે ચૂંટણી મેદાનમાં છે. સોનગઢ નગરપાલિકા ચૂંટણીના ઉમેદવારોની યાદી નીચે પ્રમાણે છે.