જુનાગઢ,
જૂનાગઢ લોકસભા અને માણાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુરુવારે રેશ્મા પટેલ તેમનાં સર્મથકો સાથે માણાવદર બેઠકનાં વંથલીનાં વોર્ડ નં. ૧માં ચૂંટણી પ્રચાર માટે નીકળ્યા હતા. ત્યારે વોર્ડ નં. ૧ના ભાજપનાં કાર્યકર દિપક વડાલીયાએ રેશ્મા સાથે ઉગ્ર બોલાચાલી કરી બાદમાં તેની ઉપર હુમલો કર્યો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. આ હુમલામાં રેશ્મા પટેલને ઇજા થતા તેઓ વંથલી ખાતેના સરકારી દવાખાનામાં દાખલ થયા છે.
પોતાના ઉપર હુમલો થયાની ઘટના અંગે એનસીપી નેતા રેશ્મા પટેલે જણા્યું હતું કે, હું પ્રચાર માટે ગઇ હતી ત્યારે ભાજપા કાર્યકર્તાઓએ કÌšં કે આ ભાજપનો ગઢ છે અને જવાહર ચાવડાનો ગઢ છે અહીં પ્રચાર કરવાનો નહીં અને હું ત્યાંથી શાંતિથી નીકળતી હતી.
ત્યારે એક કાર્યકર ઉભો થઇને મારા ગળા ઉપર ફેંટ મારી અને મારી છાતી ઉપર હાથ મારીને મારી સાથે ઝપાઝપી કરી હતી. અને ગાળાગાળી કરવા માંડ્યો. અમે જવાહર ચાવડાના માણસો છીએ. બસો જણાનું ટોળું તારા ઉપર ચડાવી દઇશું. ભાજપના કાર્યકરો જવાહર ચાવડાના નામે ગુંડાગર્દી કરવા ઉપર ઉતરી ગયા છે.
બીજી તરફ ભાજપના કાર્યકર્તા અને વંથલી શહેર ભાજપ મહામંત્રી દિપક વડાલીયાએ જણાવ્યું હતું કે, હનુમાનના મંદિરે હતા હનુમાન જ્યંતિ હોવાથી સાફસફાઇ કરતા હતા. ત્યારે રેશ્મા પટેલ સાથે ૧૦થી ૧૨ મળતીયા આવ્યા અને મારો કાંઠલો પકડીને કÌšં કે તું મહામંત્રી થઇ ગયો છે અને બહુ ભાજપનું કામ કરે છે. આજે તને ઉપાડી જવા માટે આવ્યા છીએ. એમ કહીં મારવા લાગ્યા હતા.