AMC Budget Draft | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) વતી AMC કમિશનર એમ.થેન્નારસને 2025-26 ના વર્ષ માટેનું 14,001 કરોડ રૂપિયાનું અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કર્યું હતું.
ઓલિમ્પિકને ધ્યાનમાં રાખી બજેટ
ઓલિમ્પિક 2036 ને ધ્યાનમાં લઈ અમદાવાદ શહેરમાં સ્પોર્ટસ પ્રવૃત્તિને વેગ આપવા માટે AMCના દરેક ઝોનમાં વિવિધ જગ્યાએ સ્પોર્ટસ ઈન્ફ્રાસ્ટ્રકચર સ્થાપવાની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે.
2023-24માં 10801 કરોડનું બજેટ હતું
ઉલ્લેખનીય છે કે 2023-24માં એએમસી દ્વારા 10801 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટેડિયમ તેમજ નારણપુરા સ્પોર્ટસ કોમ્પલેક્ષ આસપાસના રોડને સ્પોર્ટસ થીમ આધારીત ડેવલપ કરાશે. નેટ ઝીરો અંતર્ગત રિસાયકલ મટીરીયલ, રીન્યુએબલ મટીરીયલ, લોકલ સોર્સ મટીરીયલ, પરમીટેબલ પેવમેન્ટ, એનર્જી એફિશિયન્ટ કન્સ્ટ્રક્શન મશીનરીનો ઉપયોગ કરી રોડની કામગીરી કરવા પ્લાનિંગ કરવાનું આયોજન કરવાની જોગવાઈ કરાઈ છે.
AMTSને નવી 120 બસ મળશે
AMTSમાં નવી 120 બસ ઉમેરવામાં આવશે, આર.ટી.ઓ. ખાતે મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ વિકસાવાશે. ઘુમા ખાતેના પ્લોટમાં ઈન્ટીગ્રેટેડ મોડલનું ટર્મિનસ બનાવશે તથા ડેઈલી ટીકીટ પાસ મોબાઈલ એપ દ્વારા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.