(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, ગુરૃવાર
પાન મસાાલા અને તમાકુગુટકાના પાઉચના ઉત્પાદન અને વેપાર સાથે સંકળાયેલા પર પાડવામાં આવેલા દરોડામાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કચેરીના અધિકારીઓએ રૃા. ૨.૫૫ કરોડની જીએસટીની ચોરી પકડી પાડી છે. દરોડા દરમિયાન તેમણએ ૪૨.૧૨ લાખના બિનહિસાબી પાનમસાલા પાઉચનો જથ્થો પકડી પાડયો હતો.
અગાઉથી મળેલી બાતમીને આધારે ચોથી ફેબુ્રઆરીએ પાડવામાં આવેલા દરોડામાં જીએસટી અધિકારીઓએ પાનમસાલાના અંદાજે છ વાહનોને આંતર્યા હતા. આ વાહનોની ચકાસણી કરવામાં આવતા તેમની પાસેથી રૃા. ૪૨.૧૨ લાખના મૂલ્યના બિનહિસાબી પાઉચ મળી આવ્યા હતા. આ પાઉચના માધ્યમથી રૃા. ૨.૫૫ કરોડની જીએસટીની ચોરી કરવામાં આવી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.