2 કલાક પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ યુદ્વમાં ગીવ એન્ડ ટેકનો વ્યુહ અખત્યાર કરીને મેક્સિકો, કેનેડા પર ટેરિફ એક મહિના મોકૂફ રાખ્યા સામે ચાઈના પરની ભીંસ ચાલુ રાખતાં ચાઈનાએ પણ અમેરિકા પર ટેરિફ લાગુ કરીને યુ.એસ. વિરૂધ્ધ ચાઈના વૈશ્વિક યુદ્વના મંડાણ થવાના સ્પષ્ટ સંકેત વચ્ચે એડવાન્ટેજ ભારત બની રહેવાના પોઝિટીવ પરિબળે સપ્તાહના આરંભમાં મજબૂતી બાદ આજે સતત બીજા દિવસે તેજીને વિરામ આપવામાં આવ્યો હતો. ચાઈનાને ચેકમેટ કરવા અમેરિકા હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન મોટી બિઝનેસ ડિલ કરે એવી જોવાતી શકયતા સામે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ધિરાણ નીતિ સમીક્ષાને લઈ 7, ફેબ્રુઆરીના 0.25% વ્યાજ દર ઘટાડો અપેક્ષિત હોઈ ત્યારે દરેક ઉછાળે સાવચેતી નોંધાતા ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકામાં ટ્રમ્પના આગમન પછી ટ્રેડવોર સહિતની વિવિધ અનિશ્ચિતતાઓ સર્જાતાં ડૉલર સામે રૂપિયો વધુ તૂટી ઓલટાઇમ નીચી સપાટીએ પહોંચ્યો હતો, જયારે ક્રૂડઓઈલના ભાવમાં બેતરફી વધઘટ જોવા મળી હતી. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.87% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.01% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ફોકસ્ડ આઈટી, આઈટી, હેલ્થકેર, સર્વિસ અને બેંકેકસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4063 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2030 અને વધનારની સંખ્યા 1908 રહી હતી, 125 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 2 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 11 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં અદાણી પોર્ટ 1.72%, ઇન્ફોસિસ લી. 0.94%, એકસિસ બેન્ક 0.71%, એચસીએલ ટેકનોલોજી 0.60%, ટેક મહિન્દ્ર 0.58%, ઇન્ડસઇન્ડ બેન્ક 0.45%, એચડીએફસી બેન્ક 0.41%, આઈસીઆઈસીબેન્ક 0.37%, કોટક બેન્ક 0.30% અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 0.27% વધ્યા હતા, જયારે ભારતી એરટેલ 2.47%, ટાઈટન કંપની 2.28%, એનટીપીસી લી. 2.13%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા 1.79%, આઈટીસી લી. 1.53%, ટાટા સ્ટીલ 1.38%, પાવર ગ્રીડ કોર્પોરેશન 1.37%, મહિન્દ્રા & મહિન્દ્રા 1.20%, ટાટા મોટર્સ 1.07% અને ઝોમેટો લિ. 0.95% ઘટ્યા હતા.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ નિફ્ટી ફ્યુચર બંધ :- ( 23688 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 23570 પોઈન્ટના પ્રથમ અને 23474 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 23737 પોઈન્ટ થી 23808 પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં 23303 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 50608 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 50303 પોઈન્ટ પ્રથમ અને 50188 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 50737 પોઈન્ટ થી 50808 પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં 51008 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ ઈન્ફોસિસ લિ. ( 1923 ) :- ઈન્ફોસિસ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1883 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1860 ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1944 થી રૂ.1953 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૯૬૦ ઉપર તેજી તરફી ધ્યાન…!! એચડીએફસી બેન્ક ( 1748 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1727 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1707 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1764 થી રૂ.1770 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!! ગોદરેજ પ્રોપર્ટીઝ ( 2259 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.2293 આસપાસ વેચવાલી થકી રૂ.2223 થી રૂ.2208 ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.2303 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!! ઓબેરોય રિયલ્ટી ( 1796 ) :- રૂ.1823 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1838 ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.1773 થી રૂ.1760 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1850 ઉપર તેજી તરફી ધ્યાને લેશો.
બજારની ભાવિ દિશા… મિત્રો, બજેટમાં રાજકોષીય શિસ્ત જાળવીને વપરાશ વધારવાના પગલાંની જાહેરાત કર્યા બાદ હવે અર્થતંત્રને વેગ આપવા માટે પગલાં લેવાનો કેન્દ્રીય બેંકનો વારો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની 6 સભ્યોની મોનેટરી પોલિસી કમિટી 7 ફેબ્રુઆરીએ લગભગ ૫ વર્ષમાં પ્રથમ વખત રેપો રેટમાં ઘટાડો કરી શકે છે. આગામી નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો થઈ શકે છે. મોનેટરી પોલિસી કમિટીએ મે 2022 અને ફેબ્રુઆરી 2023 વચ્ચે રેપો રેટમાં 250 બેસિસ પોઈન્ટનો વધારો કર્યા પછી, સતત 11 મીટિંગમાં તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. કોવિડ-19 રોગચાળા દરમિયાન મે 2020માં રેપો રેટમાં છેલ્લે ઘટાડો કરવામાં આવ્યો હતો.
બજેટમાં વિકાસ દરમાં નરમાઈ, ફુગાવામાં ઘટાડાની અપેક્ષા અને રાજકોષીય કાર્યક્ષમતાને કારણે દરમાં ઘટાડો થવાની શક્યતા છે. ચાલુ નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)નો વૃદ્ધિ દર ઘટીને 5.4% થયો હતો, જે સાત ક્વાર્ટરમાં સૌથી નીચો છે. નાણાકીય વર્ષ 2026માં છૂટક ફુગાવો સરેરાશ 4% રહી શકે છે. જાન્યુઆરીમાં છૂટક ફુગાવો 4.5%થી નીચે રહી શકે છે. સામાન્ય બજેટમાં કરવામાં આવેલી જાહેરાતોની તિજોરી પર વધુ અસર નહીં થાય, જે હકારાત્મક છે. ડિસેમ્બર માસમાં, આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપી વૃદ્ધિનો અંદાજ અગાઉના 7.2%થી ઘટાડીને 6.6% કર્યો હતો, જ્યારે ફુગાવાનો અંદાજ 4.5%થી વધારીને 4.8% કર્યો હતો.