ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગર દ્વારા 11 વર્ષથી નાનાં બાળકો માટે અંડર-11 એથ્લેટિક્સ મીટ સિઝન 3.0નું આયોજન તા. 8 ફેબ્રુઆરી 2025થી 10 ફેબ્રુઆરી 2025 દરમિયાન વડોદરા સ્થિત માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં કરવામાં આવ્યું છે. આજના બાળકોને ઓલિમ્પિક
.
અંડર-11 એથ્લેટિક્સ મીટ સિઝન 3.0માં કુલ 11 પ્રકારની સ્પર્ધા યોજાશે અંડર-11 એથ્લેટિક્સ મીટ સિઝન 3.0માં સમગ્ર રાજ્યમાંથી 3000થી વધારે બાળકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. અંડર-11 એથ્લેટિક્સ મીટમાં પ્રથમ દિવસે એટલે કે 8 ફેબ્રુઆરી 2025, શનિવારના રોજ અંડર-11 બહેનો માટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જે હેઠળ સમગ્ર રાજ્યમાંથી 769 બાળકીઓ સ્પર્ધામાં ભાગ લેશે. બીજા દિવસે એટલે કે 9 ફેબ્રુઆરી, 2025 રવિવારના રોજ અંડર-9 ભાઈઓ અને બહેનો માટે સ્પર્ધાનું આયોજન કરાયું છે, જેમાં 673 બાળકો અને 448 બાળકીઓ એમ કુલ 1121 સ્પર્ધકો સ્પર્ધામાં ભાગ લેશે. ત્રીજા દિવસે 10 ફેબ્રુઆરી 2025, સોમવારના રોજ અંડર-11 ભાઈઓ માટે સ્પર્ધાનું આયોજન કરાયું છે, જેમાં 1150 જેટલા ભાઈઓ સ્પર્ધામાં ભાગ લેશે. અંડર-11 એથ્લેટિક્સ મીટ સિઝન 3.0માં કુલ 11 પ્રકારની સ્પર્ધા યોજાશે. જેમાં 400 મીટર રેસ, 200 મીટર રેસ, 100 મીટર રેસ, 60 મીટર રેસ, 60 મીટર હર્ડલ્સ, ઊંચી કૂદ, જેવલિન થ્રો, લાંબી કૂદ, મેડિસિન બોલ થ્રો, સ્ટેડિન્ગ બ્રોડ જમ્પ, ટેનિસ બોલ થ્રો જેટલી 11 સ્પર્ધા યોજાશે.
વિજેતા ખેલાડીઓને DLSS પ્રવેશ પરીક્ષાની મંજૂરી આપવામાં આવશે અંડર-11 એથ્લેટિક્સ મીટ સિઝન 3.0માં કુલ 11 લાખનાં રોકડ ઇનામો વિજેતાઓને આપવામાં આવશે. 11 પ્રકારની દરેક સ્પર્ધામાં કુલ 10 વિજેતા બાળ ખેલાડીઓને મેડલ, પ્રમાણપત્ર તથા રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. આમ, 11 સ્પર્ધામાં કુલ 440 ખેલાડી ભાઈ-બહેનોને ઈનામ પ્રાપ્ત થશે. આ ઉપરાંત વિજેતા થયેલા 440 ખેલાડીઓને સ્પોર્ટ્સ ઓથિરિટી ઓફ ગુજરાત દ્વારા DLSS પ્રવેશ પરીક્ષાની મંજૂરી આપવામાં આવશે. જેથી વિજેતા થયેલા ખેલાડીઓ માટે સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ વધવા માટેનો માર્ગ મોકળો થશે. આમ, આ સ્પર્ધા આખા ગુજરાત ક્ષેત્રને આવરી લેતી અને રમત-ગમત ક્ષેત્રે ભારતનું ભવિષ્ય ઊજળું બનાવવાના ધ્યયને લઈને ચાલે છે.