JG યુનિવર્સિટીમાં US કાઉન્સુલેટ જનરલ, મુંબઈના સહયોગથી “લીડરશીપ ઇન AI રેવોલ્યુશન: લેન્સન્સ ફોર જન અલ્ફા” વિષય પર ખાસ સત્ર યોજાયું હતું. જેમાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના AI નિષ્ણાત માઈકલ હ્સેઇહે મહત્વપૂર્ણ દ્રષ્ટિકોણ રજૂ કર્યો હતો. માઈકલ હ્સેઇહે તેમના વક
.
JG યુનિવર્સિટીના પ્રોવોસ્ટ અને ડિરેક્ટર જનરલ ડૉ. અચ્યુત દાણીએ જણાવ્યું કે, AI હવે માત્ર ટેકનોલોજી નથી રહી, પરંતુ દરેક ક્ષેત્રમાં પરિવર્તન લાવી રહી છે. યુનિવર્સિટી આવા સત્રો દ્વારા વિદ્યાર્થીઓને વૈશ્વિક પરિપ્રેક્ષ્યથી અવગત કરાવવા કટિબદ્ધ છે. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શૈક્ષણિક સ્ટાફ અને ઉદ્યોગ જગતના અગ્રણીઓએ ભાગ લીધો. સહભાગીઓએ AIના વિકાસ અને ભવિષ્યની સંભાવનાઓ વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરી અને મૂલ્યવાન માર્ગદર્શન મેળવ્યું.