- Gujarati News
- Business
- Cyber Security In The Banking Sector Will Be Further Enhanced, Special Domain ‘bank.in’ Will Be Used From April
મુંબઇ12 મિનિટ પેહલા
- કૉપી લિંક
બેન્કિંગ સેક્ટરમાં સતત વધી રહેલા સાયબર એટેકના ખતરા બાદ હવે આરબીઆઇ એક્શન મોડમાં છે. શુક્રવારે આ સંદર્ભે આરબીઆઇએ એક મોટો નિર્ણય કર્યો છે. હવે ભારતીય બેન્કો માટે વિશેષ ઇન્ટરનેટ ડોમેન નેમ ‘બેન્ક ડૉટ ઇન’ તેમજ નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ માટે “ફિન ડૉટ ઇન” હશે. આ સાથે જ રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ ડિજિટલ પેમેન્ટમાં ફ્રોડની વધતી ઘટનાઓને અંકે બેન્કોને ચેતવણી આપી છે.
આરબીઆઇની એમપીસી બેઠકમાં લેવાયેલા નિર્ણયની જાહેરાત કરતા મલ્હોત્રાએ જણાવ્યું હતું કે બેન્ક ડૉટ ઇન માટે રજિસ્ટ્રેશન આ વર્ષે એપ્રિલ મહિનાથી શરૂ થશે. ત્યારબાદ ફિન ડૉટ ઇનની પણ શરૂઆત કરવામાં આવશે. બેન્કિંગ ટેક્નોલોજી ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એક્સક્લુસિવ રજિસ્ટ્રાર તરીકે કામ કરશે. મલ્હોત્રાએ ઉમેર્યું હતું કે તેનો ઉદ્દેશ્ય સાયબર સુરક્ષાના ખતરા અને ફિશિંગ જેવી પ્રવૃત્તિઓને ઘટાડવાનો છે. દરેક વ્યક્તિને ખબર પડશે કે તેઓ જે વેબસાઇટ પર જઇ રહ્યા છે, તે કોઇ બેન્કની છે.
ઇન્ટરનેશનલ ઑનલાઇન ટ્રાન્ઝેક્શનને પણ વધુ સુરક્ષિત બનાવવા માટે રિઝર્વ બેન્કે સીમાપાર લેવડદેવડ માટે વધુ ઑથેંટિકેશન ફેક્ટર શરૂ કરશે. તે ભારતમાં જારી કાર્ડ મારફતે ઇન્ટરનેશનલ ડિજિટલ લેવડદેવડને તેમના સુરક્ષાના માનકોના અંતર્ગત લાવશે, જેને સ્થાનિક લેવડદેવડ પર લાગૂ કરવામાં આવ્યા છે. AFA દેશમાં પહેલાથી જ ડિજિટલ લેવડદેવડની સુરક્ષાનો આધાર છે. વન ટાઇમ પાસવર્ડ અથવા બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન જેવી ચકાસણીના વધારેના સ્તરને કારણે સ્થાનિક સ્તરે ઑનલાઇન પેમેન્ટ ફ્રોડમાં ઘટાડો થયો છે. પરંતુ તે વધારાની સુરક્ષા આંતરરાષ્ટ્રીય લેવડદેવડ પર નથી. રિઝર્વ બેન્ક હવે આ સિસ્ટમને વધુ મજબૂત બનાવી રહી છે.
આવકવેરામાં રાહતથી મોંઘવારી પર અસર નહીં થાય RBIના ગવર્નર મલ્હોત્રાએ કહ્યું કે ભારત 7%થી વધુ આર્થિક વૃદ્ધિદર હાંસલ કરી શકે છે. દેશમાં મોંઘવારી ઘટી રહી છે. તેનાથી વપરાશ તેમજ આર્થિક ઝડપ પણ વધી શકે છે. તાજેતરમાં બજેટમાં આવકવેરામાં રાહત પર તેમણે કહ્યું કે સરકારના આ પગલાંથી મોંઘવારી પર વધુ અસર નહીં થાય. મને નથી લાગતું કે આ એક લાખ કરોડ રૂપિયાની રાહતથી મોંઘવારી વધશે. દેશમાં અત્યારે ઉત્પાદન ક્ષમતાના માત્ર 75% જ ઉપયોગ થઇ રહ્યો છે. મોંઘવારી પર કોઇ ખાસ અસર થશે નહીં.
વૈશ્વિક સ્થિતિ પડકારજનક, રૂપિયા માટે કોઇ લક્ષ્ય નથી આરબીઆઇએ વૈશ્વિક આર્થિક આઉટલુકને વધુ પડકારજનક બતાવ્યો છે. જ્યારે ભારતીય અર્થતંત્રની મજબૂતીની પ્રશંસા કરી હતી. આરબીઆઇ અનુસાર ભારત વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે સક્ષમ છે. રિઝર્વ બેન્કે રાજકોષીય ખાધ ટકાઉ સ્તરની અંદર રહેવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. એટલે કે ઉદાર બજેટ છતાં તેમાં વધુ વધારાની આશંકા નથી. તેનો અર્થ એ છે કે સરકારને ખર્ચ વધારવામાં કોઇ મુશ્કેલી નડશે નહીં.